Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જેલમાં સજા ભોગવતા કેદીઓના કાનૂની હક્કની સમજ આપવા કેમ્પેઇન યોજાયું

અપીલ કરવા સહિતના હક્ક અંગે માહિતી અપાઇ

રાજકોટ, તા. ૧૪ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી દ્વારા જેલમાં રહેલ તમામ પાકા કામના મહિલા તથા પુરૂષ કેદીઓ માટે એક કેમ્પેઇન હાથ ધરવા આદેશ કરવામાં આવેલ છે જે આદેશ મુજબ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા. ૧૪ના રોજ સવારના ૧૦ કલાકે શ્રી એમ.એમ.બાબી, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ, રાજકોટના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પેઇનને ખુલ્લુ મૂકવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પૂર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયા, પેનલ એડવોકેટ કુ. મીતલબેન સોલંકી, પેરા લીંગલ વોલન્ટીચર ચાંદનીબેન પુજારા, મિતેશ ચાંદપુરા, સમ્રાટ ઉપાધ્યાય તથા હિત અવલાણી તેમજ જેલના અધિકારી, કર્મચારી તથા તમામ પાકા કામના કેદીઓ હાજર રહેલા.

સદર કાર્યક્રમમાં જેલના અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ તેમજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયા દ્વારા હાજર તમામ કેદીઓને કેમ્પેઇન અંગેની જરૂરી માહિતી પૂરી પાડવા માટે કેદીઓને જાણ કરવામાં આવેલ તથા સદરહું કેમ્પેઇન અંગે બનાવેલ ટીમ અંગેની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

જજ શ્રી એમ.એમ. બાબી, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ, રાજકોટનાઓએ કેદીઓને તેમના અપીલ કરવાના હક્ક બાબતે માહિતગાર કરી સદરહું કેમ્પેઇનનો ઉદ્ેશ્ય વિગતવાર સમજાવેલ હતો તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ.વી. જોટાણીયાની યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)