Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

શકિત પ્રભાવ કલા મંડળે નાટ્યની અનોખી દુનિયા સર્જી હતી

(૧) નાટક કંપની :- શકિત પ્રભાવ કલા મંદિર (ધુનાના ગામ)

(ર) માલીક :- ગઢવી શ્રી શંભુદાન અમરદાન, કરણીદાન અમરદાન

(૩) કોમેડીયન :- સ્વ. હેમુ ગઢવીના  સસરા પૃથ્વીદાન અમરદાન (પથુદાન)

(૪) સ્ટેજ કલાકાર :- દેવીદાન અમરદાન, મીનાકુમારી, મહમદભાઇ, નરસિંહભાઇ, સ્વ. હેમુ ગઢવી યુવા અવસ્થામાં ઝાંસીની રાનીનું પાત્ર ભજવતાં.

(પ) પેટી માસ્ટર :- કાકુ મહારાજ (બ્રાહ્મણ) (વણપરી)

(૬) તબલા વાદક :- ભુરાલાલ વ્યાસ (કેસીયા)

(૭) નરસિંહભાઇ (સરપદડ) સ્ત્રી પાત્ર ભજવતાં સાથો સાથ સામાન લેવા મુકવાનું કામ પણ કરતાં.

ધૂનાના ગામ જીલરીયાની આસપાસ પડધરી, ધ્રોલ તાલુકા ઉપરાંત રાજકોટ, જામનગર, કચ્છ, રાજસ્થાનની બોર્ડર અને મુંબઇમાં નાટક રજૂ કરીયા હતાં. નાટક કંપની શકિત કલા મંદિર અને તેના માલીક શ્રી શંભુદાન અમરદાનભાઇ (ઇશરાણી વંશના) હતાં. અત્યારે હાલમાં ૧૭ મી પેઢીના શ્રી દશરાણી ચતુરદાન દેવીદાન ગઢવીએ આ બધા સમરણ તેમના બાળપણમાં ત્યારે ચતુરદાનની ઉમર માત્ર ૬ વર્ષની હતી. તેમનાં પૂર્વજોની સાથે કયારેક લાંબા વેકેશન રજા હોય ત્યારે ચતુરદાન તેમજ તેમના બાલ મીત્ર શકિતદાન, અજીતદાન સાથે ગામો-ગામ નાટક જોવા જતા તેમજ આ બાલ મીત્ર નાટક કંપનીના હયાત વારસદાર છે.

ચતુરદાન દેવીદાન ગઢવી (ઉ.૭પ), પત્ની સજનબા ચતુરદાન ગઢવી (ઉ.૬૦), દીકરા નરેન્દ્રભાઇ ચતુરદાન ગઢવી (ઉ.૪ર), (ચેતક કમાન્ડો ગાંધીનગર),

નાના દીકરા અનીલભાઇ ચતુરદાન ગઢવી (ઉ.૩પ) (હેડ કોન્સ્ટેબલ સુરત)

નરેન્દ્રભાઇ ના ર દીકરા છે. (૧) અભિષેક નરેન્દ્રભાઇ (ર) ભાગ્યરાજ નરેન્દ્રભાઇ અભિષેક નરેન્દ્રભાઇ (ઉ.ર૧) તે હાલમાં એમ. એસ. યુ. ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આટ્સ વડોદરા સ્ટડી કરે છે. અભિષેક એ અભ્યાસમાં ૧ર પછી બી.કોમ. કર્યુ એસવાય સુધી પછી મ્યુઝીક કોલેજમાં આવી ગયા. હાલમાં તે નાના-મોટા સ્ટેજ પ્રોગ્રામ કરે છે. અને પ્રખ્યાત નાટક 'હિજરત' માં 'કાનજી' નામનું પાત્ર અભિષેક એ ભજવ્યુ હતું.

(અભિષેક નરેન્દ્રભાઇ ગઢવી મો. ૭૮૭૪૦ ૬૪૬૩૧) ચતુરદાનના નાના ભાઇ ભુપતદાન શંભુદાન ગઢવી (ઉ.પપ) સાહીત્યકાર છે.

રાજકોટ થી જુનાગઢ, બાલાગામ, કોડીનાર, સુપેડી ગામ, કેશોદ, ભાણવડ, કલ્યાણપુર, રાણ, જામખંભાળીયા, જામનગર, જોડીયા, બાલંભા, ભાદરા, આમરણ, લતીપર, ધ્રોલ, પડધરી, રાજકોટ, વાંકાનેર, સરપદડ, ચોટીલા, સાયલા, લીબંડી, લોધીકા, જોરાવરનગર, સુરેન્દ્રનગર, વઢવાણ, બોટાદ, ભાવનગર, સિહોર, પાલીતાણા, રાજૂલા, અમરેલી, વંથલી, બગસરા, તિલકવાડા, નવસારી, સુરત, વડોદરા, અંકલેશ્વર, પાલનપુર, મહેસાણા, દહેગામ, ભુજ, વિરમગામ, પાટણ, ધ્રાંગધ્રા, નકકી કરેલા સ્થળો પર જઇને નાટક રજૂ કરતા તે ઉપરાંત મૌખીક પ્રચાર કરતાં. પછી જો કોઇ વ્યકિતને નાટક પોતાના ગામે લઇ આવતા આમંત્રણ આપતાં.

નાટક કંપની તે ગામે જાય પછી ત્યાં વંશમોર થાય નાટકનું કે જે ત્રીસ-ત્રીસ દિવસના એક ને એક નાટક ઓછામાં ઓછા પંદર દિવસ અને વધુમાં વધુ ત્રીસ દિવસ સુધી એક જ ગામમાં એકને એક નાટક ચાલતું.

નાટકોના નામ :- (૧) ઝાંસી કી રાની, (ર) વીર માંગણાવાળો, (૩) શેતલને કાંઠે, (૪) પાનેતરનો રંગ, (પ) લાખણસિંહની કટાર, (૬) હરેશચંદ્ર તારામતી, (૭) રાજા ભરથરી (૮) વહુ રાણી, (૯) જેસલ તોરલ (૧૦) રાં ખેંગાર.

આ નાટકોમાં કોમેડી પાત્ર એવા ભજવાતા કે જે કોઇ ગંભીર વ્યકિત જિંદગીમાં કયારેય હસ્યો ના હોય તે મુંજ માણસ ને પણ પેટ પકડીને હસાવવા મજબૂર કરી નાખતાં.

:- સંકલન :-

પૂજાબેન પરમાર

મો. ૯૩૭૦પ ૪૭૯૬૭

(3:42 pm IST)