Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ફાયનાન્સ પેઢીને આપેલ ચેક રીટર્ન કેસમાં સોની યુવાનનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૪: સોની યુવક એ ફાઇનાન્સ પેઢી પાસેથી લીધેલ લોન ના રી-પેમેન્ટ પેટે આપેલ ચેકમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

ફરિયાદ પક્ષનો કેસ એવો છે કે, રાજકોટ વિજય પ્લોટ ખાતે રહેતા ફરિયાદી નિકુંજભાઇ કિશોરભાઇ રાણિગા એ મારૂતી એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટ દરજજે નાણાધીરનારનું સરકાર માન્ય લાઇસન્સ ધરાવે છે અને નાણા ધીરાણનો ધંધો કરે છે. આરોપી અમિતભાઇ અરવિંદભાઇ ઝીઝુવાડીયા રહે. અલ્કાપુરી રેૈયા રોડ, રાજકોટ વાળાને નાણાની જરૂરીયાત ઉભી થતા રૂ. ૫,૦૦,૦૦૦ લોન પેટે નિકુંજભાઇ રાણિગા પાસેથી નાણા ધીરનાર ના સરકાર માન્ય લાઇસન્સ ઉપર રકમ રૂ. ૫,૦૦,૦૦૦-૦૦ લોન પેટે લીધેલા, લોન આપતી સમયે આરોપી પાસે લોન ના રી-પેમેન્ટ પેટે આઇ.ડી.બી. આઇ.બેંક લી. રાજકોટની બેંકનો ચેક રૂ. ૫,૦૦,૦૦૦-૦૦ પાંચ લાખ પુરાનો ચેક લીધેલ હતો. તે ચેક ફરિયાદી એ પોતાના ખાતામાં વટાવવા નાખતા તે ચેક ''એકાઉન્ટ કલોઝ'' ના શેરાથી રીટર્ન થયેલ હતો. તેથી ફરિયાદીએ આરોપી અમિતભાઇ અરવિંદભાઇ ઝીઝુવાડીયા ઉપર નેગો. ઇન્સ્ટુ.એકટ નીચે રાજકોટની ચીફ.જયુ.મેજી. ની કોર્ટમાં ફરિયાદ ફાઇલ કરેલ હતી.

ફરિયાદી જે કેસ લઇને આવેલ તે શંકા ઉત્પન્ન કરતો કેસ હોય અને ફરિયાદી પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય તેથી આરોપી અમિતભાઇ અરવિંદભાઇ ઝીઝુવાડીયાને નેગો.ઇસ્ટુ.એકટના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આરોપી તરફે એડવોકેટ શ્રી સંજયભાઇ પંડયા, મનિષ એચ.પંડયા, નિશેલ ગણાત્રા, તેમજ રવિભાઇ ધ્રુવ,ઇરશાદ સેરસીયા રોકાયા હતા.

(3:36 pm IST)