Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કાલથી ઓનલાઈન મગફળી ખરીદી અંગે કલેકટરે ૯ સ્પે. સ્કવોડ બનાવીઃ સવારથી સાંજ યાર્ડમાં ધામા

ડે. કલેકટર, ખેતીવાડી અધિકારી, જીલ્લા રજીસ્ટ્રારની પણ અલગથી ટીમો બનાવાઈ

રાજકોટ, તા. ૧૪ :. આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળીની ઓનલાઈન ખરીદી થશે. રાજકોટ જીલ્લામાં ૧૪ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ છે. રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કોઈપણ પ્રકારની ગોલમાલ ગેરરીતિ ન થાય તે માટે ૯ જેટલી સ્પે. સ્કવોડ કલાસ વન અધિકારીઓની બનાવી છે, તો બીજી ટીમ તમામ પ્રાંત-ખેતીવાડી અધિકારી-જીલ્લા રજીસ્ટ્રારની બનાવી હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યુ હતું કે, ઉપરોકત કલાસ વન અધિકારીઓની ટીમ ૯ જેટલા યાર્ડમાં સવારથી સાંજ સતત યાર્ડમાં રહેશે. યાર્ડમાં અંધાધૂંધ ન ફેલાય, તે ઉપરાંત અવ્યવસ્થા, બારદાન, વજનકાંટા, સિલાઈ મશીન, દોરી, ટ્રાન્સપોર્ટેશન વિગેરે તમામ બાબતો કલેકટરને  દરરોજ  રીપોર્ટ  કરશે.

(3:35 pm IST)