Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓમ શાંતિ ઓમ ફેઇમ

સોમવારે બોલીવુડ ગાયિકા રીચા શર્માની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સંગીત સંધ્યાઃ શહેરીજનોને ડોલાવશે

મ્યુનિસીપલ કોર્પોરેશનના ૪૬માં સ્થાપના દિને ધમાકેદાર આયોજન : રાત્રે ૯ કલાકે રમેશભાઈ પારેખ રંગ દર્શન સ્ટેડીયમ ખાતે કાર્યક્રમઃ બીનાબેન, ઉદય કાનગડ તથા આશિષ વાગડીયાની જાહેરાત

રાજકોટ, તા., ૧૪:  તા.૧૯ નવેમ્બર  રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્થાપના દિન નિમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ તથા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશીષ વાગડીયાએ જણાવ્યું હતું  કે  દર વર્ષે તા.૧૯ નવેમ્બરના  મ્યુનીસીપલ કોર્પોરેશનના ં સ્થાપના દિન નિમિતે બોલીવુડ ગીતકારની   સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે એટલે કે ૪૬માં સ્થાપના દિન નિમિતે પણ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બોલીવુડ ગાયીકા અને ઓમ શાંતી ઓમ ફેઇમ રીચા શર્મા શહેરની સંગીત પ્રેમી જનતાને ડોલાવશે.

વધુમાં તેઓને જણાવ્યું હતું કે આ સંગીત સંધ્યા તા.૧૯ નવેમ્બર-ર૦૧૮ના સોમવારના રોજ રેસકોર્ષના રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે યોજાશે.

આ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીને રોશનીથી શણગારવામાં આવશે.

૧૯૯૦ થી સંગીત ક્ષેત્રે ઝંપલાવનાર હરીયાણાના ફરીદાબાદની રીચા શર્માએ પીયા, હરીભરી, દિવાનાપન, ઇન્ડીયન, લજજાઇ, ઓમ શાંતી ઓમ, પતીયાણા હાઉસ, જુગાડ, પોલીસ ફોર્સ, રન તથા પદ્માવત સહિત ૩૦ થી વધુ ફિલ્મોમાં ગીતો રજુ કર્યા છે. રીચા શર્માને ર૦૦૩ તથા ર૦૧૧માં બેસ્ટ ફિમેલ પ્લેબેક ગાયિકાનો એવોર્ડ મળ્યો હતો.

(3:34 pm IST)