Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભગવતીપરાના રવિ પાસે દાદાગીરીથી પૈસા માંગી શ્યામ દેવીપૂજકે માર માર્યો

રાજકોટ તા. ૧૪: ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસે રહેતાં અને રેડીમેઇડ કપડાની દૂકાનમાં કામ કરતાં રવિ બાબુભાઇ વિકાણી (ઉ.૧૮) નામના દેવીપૂજક યુવાનને સાંજે ઘર પાસે શ્યામ દેવીપૂજકે માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રવિના પરિવારજનના કહેવા મુજબ રવિ પાસેથી અવાર-નવાર શ્યામ બળજબરીથી પૈસા પડાવી જાય છે અને અગાઉ રવિનો મોબાઇલ ફોન પણ ભાંગી નાંખ્યો હતો. બે દિવસ પહેલા જ છ હજાર પડાવી લેતાં પોલીસને અરજી કરતાં શ્યામને પોલીસ પુછતાછ માટે લઇ ગઇ હતી. ગઇકાલે ફરીથી રવિને શ્યામે મારકુટ કરી પૈસા પડાવવા પ્રયાસ કર્યો હતો. તેવો આક્ષેપ કરાયો છે.  હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(2:50 pm IST)