Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ત્રણ માસ પહેલા રામનાથપરાના સોયેબ સાથે લવમેરેજ કરનાર અંજલીએ ફિનાઇલ પીધું

કોળી યુવતિને સાસુથી અલગ રહેવું હોઇ ચડભડ થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૧૪: રામનાથપરા-૧૮માં રહેતી અને ત્રણ મહિના પહેલા જ પડોશી મુસ્લિમ યુવતિ સાથે લવેમેરજ કરનાર મુળ કોળી જ્ઞાતિની યુવતિએ રાત્રે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અંજલી સોયેબ પઠાણ (ઉ.૨૩)એ ફિનાઇલ પી લેતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. સોયેબ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતાના કહેવા મુજબ અંજલીના માતા-પિતા પડોશમાં જ રહે છે. લવમેરેજ બાદ અંજલી અને સોયેબ દેવપરામાં અલગ રહેવા જતાં રહ્યા હતાં. દિવાળી વખતે રામનાથપરામાં પોતાની સાથે રહેવા આવ્યા હતાં. સોયેબે હવે પરિવાર સાથે રહેવાની વાત કરતાં અંજલીને ન ગમતાં તેણે આ પગલું ભર્યુ હતું. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ભગવતીપરામાં સુહાની  વધુ પડતી દવા પી ગઇ

અન્ય બનાવમાં ભગવતીપરા જયપ્રકાશનગર-૨માં રહેતી સુહાની મનિષ ચુડાસમા (ઉ.૨૬) દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનનને જાણ કરાઇ હતી.

(2:50 pm IST)