Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાધાકૃષ્ણનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પરેશભાઇ રાઠોડને રાહુલ ડાંગરે છરી ઝીંકી

રાજકોટ તા.૧૪: જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા લુહાર યુવાનને આહીર શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગર શેરીનં. ૧૫માં રહેતા પરેશભાઇ નથુભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે શેરીમાં રહેતો રાહુલ ડાંગર નામનો શખ્સ ઘર પાસે જોરજોરથી ગાળો બોલતો હોય જેથી પરેશભાઇએ તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા રાહુલે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ પરેશભાઇને છરી વડે હુમલો કરી હાથની આંગળીઓ, કાન પાસે અને પેટના ભાગે ઇજા કરી ભાગી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને પરેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે પરેશભાઇ રાઠોડની ફરિયાદ પરથી રાહુલ ડાંગર વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ બી.બી. કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

(2:49 pm IST)