Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રામ કથા માનવતાનું મહાકાવ્ય, જીવનની દરેક ફરજ સમજાવે છેઃ હિતેષ મહારાજ

માનવ-વાનર ગલે મિલે, બજા દિયા જગ મે ડંકા, ધર્મ ધરા પર ઉતરા, નષ્ટ હુઇ દુષ્ટો કી લંકા : રાજદીપ આઇસક્રીમવાળા દાસાણી પરિવાર દ્વારા કેસરિયા વાડીમાં જ્ઞાનગંગા

રાજકોટ, તા., ૧૪: રાજદીપ કોલ્ડ્રીંકસ એન્ડ આઇસક્રીમવાળા સ્વ. મનસુખલાલ ગોરધનદાસ દાસાણી પરિવાર દ્વાાર તા.૧ર થી ર૦ નવેમ્બર સુધી કેસરિયા લોહાણા વાડી, કરણપરા ચોક ખાતે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. જેના દ્વારા વ્યાસાસને જોડિયાવાળા સુપ્રસિધ્ધ કથાકાર શ્રી હિતેષ મહારાજ(મો. ૯૯રપ૬ ૪૪પર૯)  બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહયા છે. ગઇકાલે કાલાવાડ નવાગામ શિવાશ્રમના શ્રી હંસદેવગિરિબાપુએ હાજરી આપી કથાકારની કથા શૈલી તેમજ દાસાણી પરિવારના આયોજન બાબતે પ્રસન્નતા પાથરી આશીર્વાદ વરસાવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં શિવ વિવાહ પ્રસંગ ધામધુમથી ઉજવાયો હતો.

શિવ વિવાહ પ્રસંગે પરિવારના સભ્યો ભીખુભાઇ, હરેશભાઇ, પ્રજ્ઞેશ, દીપ, દર્શનકુમાર ચોટાઇ વગેરેએ ભાવીકોને આવકાર્યા હતા. કથામાં આજે બુધવારે સાંજે રામજન્મ, તા.૧૬મીએ રામ વિવાહ અને તા.૧૮મીએ ભરત મિલાપ પ્રસંગે ઉજવાશે. શનિવારે રાત્રે ૮ વાગ્યે સુંદરકાંડના પાઠ રાખેલ છે.

વ્યાસપીઠેથી શ્રી હિતેષ મહારાજે જણાવેલ કે રામકથાએ પ્રત્યેક માનવ જીવનની કથા અને માનવતાનું મહાકાવ્ય છે. રામકથા ગંગા પણ છે તેને ગમે ત્યાં પ્રગટ કરી શકાય છે.  રામકથા જીવનની દરેક ફરજ સમજાવે છે. ભગવાને આદર્શ રાજય સ્થાપેલ. તેઓ શબરીની ઝુંપડીએ ગયા હતા. નાનામાં નાના વ્યકિતને પણ સ્નેહથી ગળે લગાડીએ તો રામ રાજય સ્થાપી શકાય. શિવ એ વિશ્વાસ છે પાર્વતી શ્રધ્ધા છે. જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસનું જોડાણ જરૂરી છે. રામકથા એ જોડાણનો માર્ગ ચીંધે છે.

રામકથાનો સમય દરરોજ બપોરે ૩.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધીનો છે. સૌને કથા શ્રવણનો લાભ લેવા માટે દાસાણી પરિવારે નિમંત્રણ પાઠવેલ છે.

(1:09 pm IST)