Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મેટોડા જીઆઇડીસીમાં પરપ્રાંતિય લોકો દ્વારા છઠ્ઠપૂજા

દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમ પછીનો દિવસ છઠ્ઠપૂજા તરીકે બિહારના લોકોમાં અનેરૂ મહત્વ છે. ચાર દિવસનો આ તહેવાર હોઇ છે જેમાં પ્રથમ દિવસે ભોજન લઇ પછી ત્રણ દિવસ અન્નજળનો ત્યાગ કરી એક દિવસ અરગ પૂજા કરવામાં આવે છે. આ વ્રત સીતાજી તેમજ રામચંદ્ર ભગવાને કરેલ તેવું માહિતમ છે. ધીરે-ધીરે યુપી, ઝારખંડ અને બીજા રાજયોના લોકોઆ તહેવાર ઉજવે છે. છઠ્ઠ પૂજા સમિતિના દેવકુમાર મિશ્રા ધર્મેન્દ્ર ગુપ્તા રામસીંગ કમલેશ મંડલ, નાગેન્દ્રસિંહા, પરસુરામ સિંગ, હરેન્દ્ર ચોબે, કનૈયારાય જણાવે છે કે ગુજરાતમાંથી દિલીપભાઇ વૃંદાવન વાળા તેમજ ઉદ્યોગકારો તહેવાર મનાવવા માટે સાથે અને સહકાર વ્યવસ્થા કરી આપે છે.

(10:42 am IST)