Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજ્યમાં શિયાળાની ફુલગુલાબી ઠંડીનો ચમકારો :વહેલી સવારે ધુમ્મ્સ :મોર્નિંગ વોક-કસરતમાં ઉમટતા શહેરીજનો

રાજકોટ :ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મોડી રાતથી જ ઠંડીનો વર્તારો શરૂ થતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે  શહેરમાં તાપમાનો પારો ગગડતા હવે શિયાળાની શરૂઆત થઇ છે. વહેલી સવારથી ધુમ્મસવાળું વાતવરણ જોવા મળી રહ્યું છે.

. ઠંડી શરૂ થતા જ નાના મોટા સહિત શહેરીજનો તેમજ સિનિયર સીટીઝનો વહેલી સવારે ગાર્ડનમાં કસરત, યોગા, વોકિંગ કરતા હોય છે. સાથે સાથે વિવિધ ગુણકારી જ્યુસ અને પાક પણ ખાતા હોય છે. અને શરદી, ઉધરસ જેવી બીમારી ન થાય તેની પણ તકેદારી લેતા હોય છે.

(10:33 pm IST)