Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કાલે શુક્રવારે દશેરાએ શસ્ત્ર પૂજા મહોત્સવ

શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા અક્ષર પાર્ટી પ્લોટ ખાતે આયોજન : વિજય જોબનપુત્રા, ગોપાલ વિઠલાણી, ભાવેશ દક્ષિણી અને મેઘજી દાદા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે

રાજકોટ,તા.૧૪: દશેરા એટલે અર્ધમ પર ધર્મની વિજયનું પર્વ. શ્રી વિજયા દશમી એટલે કે દશેરાના પવિત્ર દિવસે દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા અક્ષર પાર્ટી પ્લોટ (અયોધ્યા ચોક, ગોકુલ મથુરાની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ) ખાતે આવતીકાલે તા.૧૫ના શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી શસ્ત્ર પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ શસ્ત્ર પૂજા મહોત્સવમાં શ્રી રઘુવંશી યુવા શકિત સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી કાછેલા ધવલ (કે.ડી.રઘુવંશી)એ યાદીમાં જણાવેલ કે રઘુવંશી સમાજ એટલે શ્રી રામચંદ્રજીના વંશજ કહેવાય આથી દશેરાના દિવસે રઘુવંશી સમાજની સંસ્કૃતિને આગળ વેગ મળે એ માટે રઘુવંશી સમાજ યુવાનોને પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

આ કાર્યક્રમ સમાજના વિકાસ, કલ્યાણને લગતી ઈતર પ્રવૃતિઓનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેમ કે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી ભરતીઓમાં રઘુવંશી સમાજના યુવાધનને પ્રેરણા મળે અને એ દિશામાં આગળ વધે એ માટે એસ.એસ.આઈ. ઈન્સ્ટિટયૂટ (રાજકોટ)ના ચેરમેન રઘુવંશી વિજય જોબનપુત્રા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વધતા જતા સાઈબર ક્રાઈમ સામે યોગ્ય લડત આપવા માટે સાઈબર ગુરૂ તરીકે વિખ્યાત રઘુવંશી ગોપાલ વિઠલાણી દ્વારા સાઈબર અવેરનેસ બાબતે માહિતગાર કરવામાં આવશે. સાહિત્ય પ્રેમી એવા રઘુવંશી ભાવેશભાઈ દક્ષિણી દ્વારા રઘુવંશી સમાજના વીર પુરૂષો જેમ કે રઘુવંશી વીર શિરોમણી શ્રી વીર જશરાજજી રાણા, કચ્છના શિવાજી તરીકે જાણીતા રઘુવંશી શ્રી મેઘજી દાદા વગેરે વિરોના જીવન ચરિત તેમજ એમના બલિદાન વિશે જણાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ રઘુવંશી ભાઈઓને શસ્ત્ર સાથે લઈ હાજર રહેવા યાદીમાં જણાવાયું છે. મો.૮૩૦૬૪ ૨૩૮૬૮

(3:59 pm IST)