Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વૃંદાવન સોસાયટીના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા.૧૪: રાજકોટની જાણીતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ લીધેલ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા આવા  સભાસદ સામે રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદમાં રાજકોટના નામદાર મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી.પડીયાએ મંડળીના સભાસદ રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.પ,પ૦,૦૦૦ ની રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે આરોપી મળી અવ્યા તારીખથી એક માસની અંદર ચુકવી આપવી જો વળતરની રકમ ચુકવવામાંનિષ્ફળ જાય તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હુકમ કરતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી ગયેલ છે.

આ કીસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે. રૂરલ હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. એલ-ર-ર૪, લોટસ એવન્યુ પાછળ વિમલ નગર મેઇન રોડ, રાજકોટની શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ દરજજે લોન લીધેલ. સદરહું લોનની બાકી રકમ પેટે ચુકવવા રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ રાજકોટની શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ને રૂ. પ,પ૦,૦૦૦ નોચેક આપેલ છે. જે ચેક પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ ભુપેન્દ્ર ટી.ગોહેલ મારફતે રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ ધી  નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકર મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

આ કામેઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકકીતો ધ્યાને લઇ રાજોટના નામદાર મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી.પડીયાએ ચુકાદો આપી આરોપી રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને દોષીત ઠરાવી ૧ વર્ષનીસાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.પ,પ૦,૦૦૦ ની રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે આરોપી મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવી આપવી. જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હકમ ફરમાવેલ છ.ે

આ કામમાં ફરીયાદી વતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.વતી રાજકોટના એડવોકેટ તનસુખભાઇ બી.ગોહેલ, હિરેન્દ્ર  જે. મકવાણા અને ભુપેન્દ્ર ટી. ગોહેલ એડવોકેટ રોકાયેલા હતા.

(3:57 pm IST)