Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજકોટ ડેરીમાં ધામેલિયા રાજનું પ્રથમ વર્ષ પૂર્ણ : સફળ ટીમ વર્ક

રાજકોટ : સૌરાષ્ટ્રની જુની અને જાણીતી સહકારી ડેરી 'રાજકોટ ડેરી'ના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયાએ સુકાન સંભળ્યાના આજે ૧ વર્ષ પૂર્ણ થયેલ છે. પૂર્વ કેબીનેટ મંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીકટ બેેંકના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડીયાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ ડેરીમાં શ્રી ગોરધનભાઇ ધામેલીયાના નેતૃત્વમાં અને નિયામક મંડળના સભ્યોના સાથ-સહકારથી અનેક સિધ્ધિઓ હાંસલ કરેલ છે. તમામ દૂધ મંડળીઓ તરફથી તેમના નેતૃત્વને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરોકત તસ્વીર ચેરમેન ગોરધનભાઇ અને સહયોગી ટીમની છે.

(3:55 pm IST)