Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ક્ષત્રિય સમાજ દ્વારા આવતીકાલે ગરાસિયા બોર્ડિંગ ખાતે શસ્ત્ર પૂજન

રાજકોટ, તા.,૧૪ :  ક્ષત્રિય પર્વ વિજયાદશમી નિમિતે શ્રી રાજકોટ શહેર હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ ઉપક્રમેં સમાજની અન્ય સંસ્થાઓના સહયોગથી આવતીકાલે તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ કલાકે સામુહિક શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાશે.

રાજકોટ શહેરમાં છેલ્લા ૩૮ વર્ષથી આયોજિત સામુહિક શસ્ત્રપૂજન અને શોભાયાત્રાના કાર્યક્રમમાં આ વખતે આવતીકાલે (વિજયાદશમી પર્વના) આ કાર્યક્રમમાં -વર્તમાન કોવિડ પિરિયડને લઈને સરકારની ગાઈડલાઈનને અનુસરીને ગરાસિયા ર્બોડિંગથી માં આશાપુરા મંદિર પેલેસ રોડ સુધીની શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી છે. રજપૂતપરા સ્થિત ગરાસિયા બોર્ડિંગ ખાતે જ સોસીયલ ડિસ્ટન્સ સાથે સામુહિક શસ્ત્રપૂજન કાર્યક્રમ રાજકોટ ઠાકોરસાહેબ માંધાતાસિંહજીના પ્રમુખ સ્થાને સાંજે ૪ કલાકે યોજાશે.

શસ્ત્રપૂજન કાર્યક્રમમાં રાજકોટ યુવરાજ જયદીપસિંહજી (રામરાજા), કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશનના પ્રમુખ ધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવનગર), પ્રવિણસિંહ જાડેજા (સોડિયા)સમાજની અન્ય સંસ્થાઓના મુખ્ય હોદેદારો, આગેવાનો, રાજકીય પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં  સાંજે ૪ કલાકે હરમજીરાજ ગીરાસદાર છાત્રાલય ૫- રજપૂતપરા રાજકોટ ખાતે પરંપરાગત પોશાક સાથે   હાજર રહેવા આયોજક સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.

(2:59 pm IST)