Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

હોસ્પિટલ ચોક બ્રિજનું કામ ઝડપી બનાવવા લેબર-મશીનરી વધારાશે

મોચી બજારવાળા રસ્તા પર ટ્રાફિક હળવો કરવો, નવો ડાઇવર્ઝન શરૂ થશેઃ સ્થળ મુલાકાત લઇ મહત્વના નિર્ણયો લેતાં મ્યુ. કમિશનર

રાજકોટ તા. ૧૩ :.. શહેરનાં પ્રવેશ દ્વારા સમા હોસ્પીટલ ચોકમાં ત્રિ-માર્ગીય ફલાય ઓવરબ્રીજનું કામ ચાલી રહયુ છે. જેનાં કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે મ્યુ. કમિશનર અમિત અરોરાએ આ બ્રિજનું કામ ઝડપી બનાવવા લેબર અને મશીનરી વધારવા તેમજ નવો ડાઇવર્ઝન શરૂ કરવા નિર્ણય લીધો છે.

આ અંગેની સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રિજની ચાલી રહી છે. તાજેતરના ભારે વરસાદને પગલે બ્રિજની કામગીરીને પણ થોડી અસર પહોચી હતી. જાકે હવે વરસાદ થભી ગયો હોઈ, ઓવરબ્રિજની કામગીરી શકય તેટલી વધારે ઝડપથી આગળ ધપે તેવા ­યાસો શરૂ કરવામા આવેલ છે. સાથોસાથ આ બ્રિજની કામગીરીને કારણે સ્વાભાવિકરીતે જ મોચી બજારમા કોર્ટ વાળા રોડ પર વાહનવ્યવહારનુ ભારણ વધ્યુ છે.

લોકોની આ મુશ્કેલી હળવી કરવા માટે પણ મહાનગરપાલિકા વાહનવ્યવહાર માટેના અન્ય વિકલ્પ વિશે વિચારણા કરી રહી છે. આ આયોજનના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાએ આજે  સિવિલ હોસ્પિટલ ચોકની મુલાકાત લીધી હતી.

  આ મુલાકાત દરમ્યાન કમિશનરશ્રીએ બ્રિજની કામગીરીની ­ગતિની સમીક્ષા કરી હતી. ચોમાસાને કારણે કાર્ય ­ગતિમા જે કાઈ અવરોધ આવ્યો હતો તેને હવે ઝડપથી સરભર કરવા માટે વધારાના મજુરો અને મશીનરી કામ પર લાવવા સબધિત અધિકારીશ્રીઓ અને એજન્સીને સૂચના આપી હતી.

    વિશેષમા, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ બ્રિજની કામગીરીને કારણે મોચી બજાર, કોર્ટ બિલ્ડિગવાળા રોડ પર વાહનોના આવાગમનનુ જે ­માણ વધ્યુ છે તેના શકય ઉકેલ લાવવા અન્ય સર્વિસ રોડ ઉપલબ્ધ બનાવવા વિચાર્યુ છે. જેમા પારેવડી ચોક તરફથી આવતા ફોર વ્હીલ વાહનો માટે જમણી બાજુ ડાઈવર્ઝન તૈયાર કરાવી જુની કલેકટર કચેરી પાસેના રોડ પર જઈ શકાય.  આ રોડ રૂખડીયા કોલોની પાસેના રેલ્વે ફાટક પહેલા ડાબી બાજુએ વળે છે અને ત્યાથી સીધો જ જકશન મેઈન રોડને એપ્રોચ કરે છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ શકય તેટલી ઝડપે આ આ વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. કમિશનરશ્રીએ આ અગે વાત કરતા એમ જણાવ્યુ હતુ કે, આ નવા ડાઈવર્ઝન ફોર વ્હીલ વાહનોને ડાઈવર્ટ કરવાથી મોચી બજાર કોર્ટવાળા રોડ પર ટ્રાફિકના ભારણમા નોધપાત્ર ઘટાડો કરી શકાશે તેવી અપેક્ષા છે. રાજકોટ મહાનગરપાલિકા આ સર્વિસ રોડ સુવિધા ઉપલબ્ધ બનાવવા ઝડપભેર આગળ ધપી રહી છે. (પ-રર)

(3:00 pm IST)