Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રતનપર પાસે ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક અથડાયોઃ ડ્રાઇવરને ઇજાઃ ત્રણ દિવસમાં સતત ત્રીજો અકસ્માત

રાજકોટઃ મોરબી રોડ પરના રતનપર અને ગવરીદળ નજીક હાઇવે પર ત્રણ દિવસમાં સતત ત્રીજો અકસ્માત સર્જાયો છે. ગઇકાલે રતનપરના પાટીયા પાસે અલ્ટો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા કાર રોડ નીચે ઉતરી જતાં બે લોકોને ઇજા થઇ હતી. જ્યારે બારમી તારીખે માલવાહક ગાડીની ઠોકરે સ્કૂટર ચડી જતાં રાજકોટ દૂધની ડેરી પાસે રહેતાં મુસ્લિમ યુવાનનું મોત થયું હતું. આજે રતનપરના પાટીયે ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક અથડાતાં બંને ટ્રકમાં નુકસાની થઇ હતી. ડ્રાઇવરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. તસ્વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

(12:07 pm IST)