Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ઓનલાઈન ઈલેકટ્રોનીક ઉપકરણો સસ્તા ભાવે દેવાની લાલચ આપી છેતરપીંડી કરતા બે છાત્રો પકડાયા

મુંદ્રા-કચ્છના બે છાત્રો દિવેન ચાવડા તથા નિપુણ ઠક્કર એડવાન્સમાં પેમેન્ટ લઈ બાદમાં ઉપકરણો ન આપી છેતરપીંડી કરતા'તાઃ રાજકોટ સાયબર સેલે દબોચી લીધા : મુંબઈ નેવીના લેફટન્ટ કમાન્ડરને આઈફોન આપવાના બહાને ૪૨ હજાર ચાંઉ કરી ગયા

રાજકોટ તા ૧૪ :. સોશ્યલ મીડીયામાં એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં બોગસ આઇડી બનાવી ઇલેકટ્રોનીક ઉપકરણો આપવાની લાલચ આપી રાજકોટના અને મુંબઇમાં ફરજ બજાવતા નેવીના લેફટેનન્ટ કમંાડરને શિકાર બનાવી છેતરપીંડી અચરનાર  બે છાત્રને સાઇબર સેલની ટીમે ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ મકિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજાએ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર થતી નાણાકીય છેતરપીંડીના ગુન્હાઓ શોધી કાઢવા માટે સાયબર સેલના એસીપી જી.ડી. પલસાણાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી.એમ. કાતરીયા તથા એન.બી. દેસાઈ, પીએસઆઈ ડી.બી. ગઢવી, પી.એસ.આઈ. એસ.એસ. નાયર, પી.એસ.આઈ. કે.જે. રાણા, એ.એસ.આઈ. સી.એમ. ચાવડા સહિતે ઓનલાઈન એપ્લીકેશન ઈન્સ્ટ્રાગ્રામ ઉપર સસ્તા ભાવે ઈલેકટ્રોનીક ઉપકરણો આપવાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડી કરતા કચ્છ-મુંદ્રાના બારોઈ રોડ, આશાપુરાનગર-૨ પ્લોટ નં. ૭૭/બીમા રહેતા દિવેન નવીનચંદ્ર ચાવડા (ઉ.વ. ૨૧) અને મુંદ્રાના વર્ધમાનગર પ્લોટ નં. ૯૧મા રહેતા નિપુણ મહેશભાઈ ઠક્કર (ઉ.વ. ૨૧)ને ઝડપી લીધા હતા. દિવેન ટી.વાય.બી.બી.એ.માં અભ્યાસ કરે છે અને નિપુણ બી.ઈ. (ઈલેકટ્રોનીકસ) એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. પકડાયેલામાં દિવેન ચાવડાએ ઈન્સ્ટ્રાગ્રામમાં કસ્ટમ મોબાઈલ વર્લ્ડ નામનુ પેઈજ બનાવ્યુ હતુ તેમા આઈ-ફોન મોબાઈલ વેચે છે તેવી જાહેરાત મુકી હતી. આ જાહેરાત રાજકોટ, જામનગર રોડ, પરસાણાનગર, પાર્થ ભૂમિ, અમરનાથ પાર્ક, ૧૬૮/ડીમાં રહેતા અને મુંબઈ ખાતે નૌકાદળ લેફટન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવતા પાર્થભાઈ સહેરાવતે આઈ-ફોન મોબાઈલ લેવા માટે આ પેઈજમા મેસેજ કર્યો હતો ત્યાર બાદ દેવેન ચાવડાએ એટીએમ દ્વારા રૂ. ૪૨૫૦૦ પોતાના મિત્ર નિપુણ ઠક્કરના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આ બન્ને શખ્સોએ મોબાઈલ ફોન ન આપી પૈસા પણ પરત ન કરી લેફટન્ટ કમાન્ડર પાર્થભાઈનું પેઈજ લોક કરી દઈ છેતરપીંડી આચરી હતી. પોલીસે આ બન્નેના એક દિવસના રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ આદરી છે.

(4:23 pm IST)