Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

શહેરી જનોને ખાડાઓમાંથી મુકિતઃ આજથી રસ્તા કામનો પ્રારંભ

રાજકોટઃમહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ત્રણેય ઝોનમાં રસ્તાના સમારકામનો પ્રારંભ કરવામાં આવેલ છે. તેમ કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું. મ્યુનિ.કામેશનરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, પોતે તાજેતરમાં જ સંબંધિત અધિકારીશ્રીઓને સાથે રાખી વિસ્તારો અને તેના માર્ગોની રૂબરૂ મુલાકાત લીધેલી છે અને અત્યારે વરસાદે થોડો સમય વિરામ લીધો છે ત્યારે ત્રણેય ઝોનના ક્ષતિગ્રસ્ત માર્ગોનું પેચ વર્કથી મરામત કાર્ય આજથી શરૂ કરવામાં આવેલ છે. જમાં ઈસ્ટ ઝોનમાં ગ્રીનલેન્ડ ચોકડી થી બેડી ચોકડી સુધીના નવા મોરબી રોડ. પેડક રોડ, ભાવનગર રોડ. વોર્ડ નં. ૧૮ માં ઢેબર રોડ વેગેરેનુ સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ  વેસ્ટ ઝોનમાં અમીન માર્ગ, ગોકુલધામ મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સત્યમ પાર્ટી પ્લોટથી ધોળકિયા સ્કુલ રોડ, નાનામવા રોડ, રામાપીર ચોકડી, સાધુવાસવાણી રોડ વિગેરેનો સમાવેશ થાય છે, અને સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૩ માં મનહરપુર તરફનો રોડ, સુર્યાપાર્ક પાસેનો રોડ, હમીરસિંહ ગોહિલ ચોકથી પોપટપરા પમ્પીંગ સ્ટેશન સુધી, રેલનગર ટાંકાથી સાધુવાસવાણી કુંજ રોડને જોડતો લીંક રોડ, વોર્ડ નં. ૧૪માં કેવડાવાડી રોડ, વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર સમ્રાટ નગર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને વોર્ડ નં. ૧૭માં કોઠારીયા મેઈન રોડ તેમજ આનંદનગર મેઈન રોડ સહિતના રોડનુ સમારકામ કરવામાં આવી રહ્યું છે.

(4:21 pm IST)