Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રોયલ પાર્ક ઉપાશ્રયે ત્રણ ભાવ દિક્ષીતોનું ભવ્ય અભિવાદનઃ નવકારશી- સ્વામી વાત્સલ્ય

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે

રાજકોટ,તા.૧૪: રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. સમીપે સંયમ અંગીકાર કરવાના શુભ ભાવ ધરાવનાર ત્રણ - ત્રણ મુમુક્ષુ આત્માઓનું  શાહી સન્માન... ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. તથા શાસન ચંદ્રિકા સાધ્વી રત્ના પૂ. હીરાબાઈ મ.સ., સાધ્વીરત્ના પૂ.ભાનુબાઈ મ.સ., પ્રવકિતની પૂ.વનિતાબાઈ મ.સ., સાધ્વીરત્ના પૂ.રંજનબાઈ  મ.સ., આદર્શન યોગિની પૂ.પ્રભાબાઈ મ.સ., સદાનંદી પૂ.સુમતિબાઈ મ.સ. એવમ અજરામર સંપ્રદાય તથા સંઘાણી સંપ્રદાયના પૂ.મહાસતિજીઓનું શુભ સાનિધ્યે યોજાયેલ. જેમાં દર્શનીય શોભાયાત્રા, સવારના નવકારશી, બપોરે ગૌતમ પ્રસાદ, લકકી ડ્રો સહિત અનેક આયોજનો થયેલ. શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળા- ઓમાનવાળા ઉપાશ્રય સહિત સમસ્ત રાજકોટના સંયમ અનુરાગીઓમાં અપૂર્વ ઉત્સાહ વ્યાપેલ.

રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. સમીપે કોલકત્તાની ધન્ય ધરા ઉપર આગામી તા.૧૮ના શુભ દિવસે ત્રણ - ત્રણ મુમુક્ષુ આત્માઓ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા તત્પર બનેલ છે. મૂળ દામનગરના મુમુક્ષુ હિરલબેન કેતનભાઈ જસાણી૪ કચ્છા મુંદ્રાના મુમુક્ષુ ચાર્મીબેન દેવેન્દ્રભાઈ સંદ્યવી તથા અમરેલીના મુમુક્ષુ ક્રિષ્નાબેન વિશાલભાઈ હેમાણી ત્રણેય હળુ કર્મી આત્માઓનું   સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘોના ઉપક્રમે શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળા,  ઓમાનવાલા ઉપાશ્રય ખાતે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તથા રાજકોટમાં બીરાજમાન પૂ.મહાસતિજીઓના શુભ સાનિધ્યમાં જાજરમાન અભિવાદન કરાયેલ.

સવારના ૭ કલાકે માતુશ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા(ગુરૂ ભકત હિતેનભાઈ દિલીપભાઈ મહેતા) ના નિવાસ સ્થાનેથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળેલ. ધર્મ પ્રેમી સ્નેહાબેન હિતેનભાઈ મહેતાના નિવાસ સ્થાને શાતાકારી નવકારશીનું  પણ આયોજન કરવામાં આવેલ. શોભાયાત્રા સૂર્યોદય સોસાયટી(વોહકાર્ટ હોસ્પિટલ સામે)થી શુભારંભ થઈ સદ્દગુરૂટાવર૪ કે.કે.વી.હોલ૪ રામધામ સોસાયટી થઈ માનસરોવર પાસે થઈ  પ્રભુ મહાવીરના ત્યાગ માર્ગના જય જયકાર સાથે સૌ ગાદીપતિ પૂ.ગીરિશચંદ્રજી માર્ગ સ્થિત શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળા ખાતે પહોંચી અભિવાદન, શુભેચ્છા સમારોહમાં પરીવર્તિત થયેલ. શુભેચ્છા અને અભિવાદન સમારોહ પૂર્ણ થયાબાદ ગૌતમ પ્રસાદ૪ આકર્ષક લક્કી ડ્રો જેમાં પૂ.ગુરૂદેવ દ્વારા અભિમંત્રીત રૂદ્રાક્ષની નવકાર ફ્રેમ, શ્રી યંત્ર વગેરના ડ્રોનું પણ આયોજન રાખવામાં આવેલ હતું.

આ અવસરે વિશાળ પ્રમાણમાં ભાવિકોને ઉપસ્થિ રહી ત્યાગ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરેલ.

કાર્યક્રમ મધ્યે અમદાવાદના  અસ્મિતાબેન સંયમ ભકિત  કરાવેલ. જયારે દીક્ષાર્થીઓએ પોતાના વૈરાગ્યનું નિમિત્ત દર્શાવતી નાટિકા તેમજ ''સંસારની અસારતા અને સંયમની સાર્થકતા'' રજુ કરેલ. રાજકોટના સંઘો ઉપરાંત લુક એન લર્નના બાળકો૪ દીદીઓ એવમ્ અર્હમ્ યુવા સેવા ગ્રુપના યુવાનો તેમજ મહિલા મંડળના બહેનો પણ તેમની સંયમ માર્ગની અનુમોદના કરી હતી. સ્વાગત નૃત્ય બાળકો તેમજ સંયમ વધામણા રોયલપાર્ક મહિલા મંડળોના બહેનો દ્વારા કરવામાં આવેલ.

(4:21 pm IST)