Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ધો. ૯થી ૧રની શાળા કક્ષાએ કસોટીનો પ્રારંભ

રાજકોટમાં ૧.૭પ હજાર છાત્રો મળી ગુજરાતમાં ૧૭ લાખ પરીક્ષાર્થીઓ: ર૪મીથી દિવાળી વેકેશન

રાજકોટ, તા. ૧૪ : સમગ્ર ગુજરાત રાજયમાં આજથી શાળાકક્ષાએ ધો. ૯થી ૧રની પ્રથમ કસોટીનો પ્રારંભ થયો છે.

રાજકોટ જિલ્લામાં ૧ લાખ ૭પ હજાર છાત્રો મળી સમગ્ર ગુજરાત રાજયમાં ૧૭ લાખ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પરીક્ષા આપી રહ્યા છે.

૧૪ ઓકટોબર સોમવારથી શરૂ થનાર આ પરીક્ષા ર૧મી ઓકટોબરના રોજ પૂર્ણ થશે અને ર૪મી ઓકટોબરથી સ્કૂલોમાં દિવાળી વેકેશન પડી જશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પ્રથમ કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ર૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશેે જે વેકેશન ૧૩મી નવેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૧મી ઓકટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થઇ હતી.

(3:49 pm IST)