Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રૂ ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૧૪  : રાજકોટ કોર્ટ દ્વારા ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમ ૧૩૮ અન્વયેના રૂ ૩,૦૦,૦૦૦/- નાં ચેક રીટર્ન કેસમાં આરોપીનો કેસ ચાલી જતા નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

સદરહુ  કેસની  વિગત જોતાં રાજકોટના નામાંકીત બિલ્ડર્સ તથા સમાજ સેવક હિતેષભાઇ જયંતભાઇ કોઠારી (એચ.યુ.એફ.નાં કર્તા) તથા મેનેજર દરજ્જે રાજકોટના રૈયા રોડ ખાતે આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટના કહેવાતા ફલેટ નં.૪૦૩ના વહીવટ પેટે બાકી નીકળતી રકમ રૂા ૩,૦૦,૦૦૦/- ફલેટ ખરીદનાર જગદીશભાઇ  મનસુખભાઇ ભટ્ટએ લેવાની થતી હોય જે અન્વયેનો ચેક પોતાની બેંકમાં વટાવવા  નાખતા તે ''ફંડસ ઇનસફીસીયન્ટ'' ના શેરા સાથે પરત ફરતા જરૂરી  કાર્યવાહી કરી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ ચાલી જતાં આરોપીના એડવોકેટે ફરીયાદીની નોંધપાત્ર ઉલટ લઇ સત્ય બહાર લાવેલ તથા રજુ કરવામાં આવેલ ડોકયુમેન્ટ તેમજ બેંક સ્ટેટમેન્ટ તથા નામદાર ઉચ્ચ અદાલતોના જજમેન્ટને કોર્ટ સમક્ષ રાખતા કેસની સત્ય તથા ખરી વિગત ન્યાયકોર્ટ સમક્ષ રજુ કરતા તેઓની દલીલો તથા રજુ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઇ રાજકોટના જજ શ્રી એમ.આર. લાલવાણીએ આ કામના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કામે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ભરતસિંહ જે. ગોહિલ રોકાયેલ હતા.

(3:37 pm IST)