Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ડેન્ગ્યુને નાથવા ૪૮ હજાર સ્થળોએ તપાસ ૧૪ હજાર ઘરોમાં સર્વે : તંત્રની ઘનિષ્ઠ ઝુંબેશ

આરોગ્યલક્ષી પગલા માટે ૭૩૮ શિક્ષકો અને પર હજાર વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ : ગત વર્ષથી આ વર્ષે હજુ ડેન્ગ્યુનો કેસ ઓછા છે લોકો સહકાર આપે : મેયર બીનાબેન આચાર્ય આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ, તા., ૧૪:  આ વર્ષના વિક્રમ જનક સતત વરસાદ, ભેજવાળા વાતાવરણથી વાહક જન્ય રોગચાળા માટેના મચ્છરનોની ઉત્પત્ત્િ। વિશેષ જોવા મળેલ છે. આવાર નવાર આવતા વરસાદનાં કારણે એડીસ મચ્છર ઉત્પત્ત્િ। સ્થાનોમાં વધારો જોવા મળેલ છે, ઘર તથઘર ની આજુબાજુ છીછરા તથા બંધિયાર પાણીનો ભરાવના કારણે  એડીસ મચ્છરની ઉત્પત્ત્િ। થાય છે. જે ડેન્ગ્યું માટે જવાબદાર છે તેમ મેયર બિનાબેન આચાર્ય, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે.

આ અંગે બીનાબેન અને જયમીનઠાકરની સંયુકત યાદીમાં જણાવ્યુ હતુ કે, મ્યુ.કોર્પોેરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ, દવા-છંટકાવ સહીતની કામગીરી કરવામાં અવી રહી છે. જે કામગીરી નીચે મુજબ છે.

મચ્છર ઉત્પતિ સબબ ૭૦૧ને નોટીસઃ  રૂ.૬૯,૪૫૦નો દંડ

વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાં રૂપે મેલેરિયા વિભાગ દ્વારા સઘન જુંબેશ હાથ ધરેલ છે. જેમાં મચ્છરોના નાશ માટે ૨૨, ૯૧૧ ઘરોમાં ફોગીંગ, પેરાડોમેસ્ટીક કામગીરી અંતર્ગત  ૬૫૭ ખાડા-ખાબોરીયા દવા છંટકાવ સહીતની કામગીરી કરવામાં આવી છે.જયારે મચ્છર ઉત્પતિ સબબ ૭૦૧ને નોટીસ રૂ.૬૯,૪૫૦નો દંડ વસુલવામાં અવ્યો છે.

૮૩ શાળામાં ચેકીંગ

ડેન્ગ્યુ રોગચાળા અટકાયતીના ભાગરૂપે ઝુંબશ સ્વરૂપે ર૩ર આશા, ૧ર૦ નર્સિંગ સ્ટાફ, ૩૬ આર.બી.એસ.કે. ટીમ, ૩૬ સુ૫રવાઇઝરી સ્ટાફને વિશેષ કામગીરી સોપી નીચે દર્શાવેલ વિશેષ કામગીરી હાથ ઘરેલ છે.  દરેક વોર્ડની શાળાની મુલાકાત કરી શાળામાં વાહક જન્ય રોગચાળાની અટકાયતી માહિતી આ૫વામાં આવેલ છે તથા મચ્છર ઉત્૫તિ સ્થાનોની ત્પાસ કરી મચ્છર ઉત્૫તિ સ્થાનો નાબુદ કરાવવામાં આવેલ છે. શાળામાં તાવના કેસનો સર્વે કરી તેને આરોગ્ય કેન્દ્ર ૫ર મોકલવવામાં આવેલ છે. માનવ મચ્છર સં૫ર્ક દ્યટાડવા યુનિફોર્મમાંથી મુકિત આ૫વા સુચન કરેલ છે. આગામી ૧ થી ર સપ્તાહમાં શહેરની અંદાજીત ૭૦૦ નાની મોટી શાળાઓ આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં ૮૩ શાળામાં ૩૧૩ મચ્છર ઉત્૫તિ સ્થાનોને તપાસવામાં આવેલ તથા ૫૨૩૨૩ શાળાના વિદ્યાર્થીઓ અને ૭૩૮ શિક્ષકોને આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ છે.

૧૪ હજાર ઘરોમાં સર્વે

ત્રણ ઝોનના એક – એક સંવેદનશીલ વોર્ડમાં દરેક ઝોનમાં અંદાજીત ૭૦ થી વધારે આશાવર્કરો દ્વારા એક સાથે ટીમ વર્ક દ્વારા નિયત કરેલ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાં રૂપે રેપીડ ફીવર સર્વે માં તાવના કેસની વિગત, પોરાનાશક કામગીરી તથા પત્રિકા વિતરણ કરવામાં આવશે. આ કામગીરી હેઠળ ૧૨૬ થી વધુ વિસ્તારોમાં ૧૪,૪૨૦ ઘરોનો સર્વે કરી ૪૮,૪૨૧ મચ્છર ઉત્૫તિ સ્થાનો તપાસેલ છે.

શહેરીજનોને અપીલ

લોકો જ પોતાના ઘરમાં અને કામકાજના સ્થળે નીચે મુજબની સાવચેતી રાખે તે ૫ણ ખુબ જ આવશ્યક છે.

ઘરની આસપાસ વરસાદી ભરાયેલ પાણીના ખાડા – ખાબોચીયામાં બળેલ ઓઇલ અથવા કેરોસીનનો છંટકાવ કરવો. પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા. સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંધ થઇ શકતા નથી અને દર અઠવાડિયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખે અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી. પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ ક૫ડાથી કોરી કરી સાફ કરવી. ૫ક્ષીકુંજમાં અને ૫શુને પાણી પીવાની કુંડીમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશથી ઘસીને સાફ કરવી ત્યાર બાદ જ નવું પાણી ભરવું.  ટાયર, ડબ્બા-ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો. છોડના કુંડામાં પાણી શોસાઇ જાય તેટલું જ પાણી નાખવું તથા કુંડા નીચે ટ્રે  કે અન્ય પાત્ર ન રાખવા.  ફુવારા તથા સુશોભન માટે બનાવેલ જગ્યામાં પાણી જમા રહેતું હોય તો તેની નિયમિત સફાઇ કરવી. ફ્રીજની ટ્રે દર ત્રીજા દિવસે ખાલી કરી સાફ કરવી. નવા વિકસતા વિસ્તારમાં ખાસ કરીને બાંધકામ સાઇટ ૫ર લીફટ માટે બનાવેલ ખાડા, સેલરમાં પાણી જમા ન રહે તેની તકેદારી રાખવી, જો પાણી જમા રહે અને તાત્કાલીક નિકાલ શકય ન હોય તો તેમાં કેરોસીન, બળેલ ઓઇલ નાખવું. ઘરની આસપાસ, અગાશી,  છજ્જામાં રહેલ  ટાયર, ડિસ્પોઝેબલ કપ, ડીશ,  તુટેલા વાસણો, નાળિયેરની કાછલી, અન્ય ભંગાર કે એવા કોઇપણ વસ્તુઓ કે જેમાં વરસાદી કે અન્ય પાણી ભરાય રહે છે તેનો તાત્કાલીક યોગ્ય જગ્યાએ નિકાલ કરવવો.

રાજકોટના દરેક નાગરિકને  આ બાબતે જાગૃત થાય અને ડેન્ગ્યુ તથા બીજા મચ્છરથી ફેલાતા રોગોને અટકાવવાના રાજકોટ મહાનગરપાલિકાના પ્રયત્નોમાં પૂરે પૂરો  સહયોગ આપવા મેયર સહિતનાં પદાધીકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

જુલાઇ થી ૧૩ ઓગષ્ટ સુધીમાં ડેંગ્યુનાં ૩૦૪ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં જુલાઇ મહીનાથી ડેંગ્યુનાં કેસ નોંધાવવાનું શરૂ થયેલ જેમાં જુલાઇ મહીનામાં ૮, ઓગષ્ટમાં રર, સપ્ટેમ્બરમાં૧ર૩ અને ૧૩ ઓકટોબર સુધીમાં ૧પ૧ મળી કુલ ૩૦૪ ડેંગ્યુનાં દર્દી નોંધાયાનું આરોગ્ય અધિકારીએ જાહેર કર્યુ છે.

(3:33 pm IST)