Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રવિવારે રાજકોટમાં રઘુવંશી સમાજનો પરિચય પસંદગી મેળો

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આયોજન : થેલેસેમીયા ટેસ્ટ પણ વિનામૂલ્યે કરાશે : દેશભરમાંથી ૩૫૦ જેટલા ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવક - યુવતીઓ ભાગ લેશે : કલર ડિરેકટરીનું વિમોચન : બીએસએનએલના સીમકાર્ડ ફ્રી અપાશે

રાજકોટ, તા. ૧૪ : લોહાણા યુવક પ્રગતિ મંડળ - રાજકોટ દ્વારા આગામી તા.૨૦ના રવિવારે પેડક રોડ પર આર્યનગર ખાતે આવેલા વાતાનુફુલીત શ્રી અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે રઘુવંશી સમાજના લગ્નોત્સુક ગ્રેજ્યુએટ - પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવક - યુવતીઓનો ૯મો પરિચય પસંદગી મેળાનું વિશાળ આયોજન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂના અધ્યક્ષસ્થાને સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. જેમાં સવારે ૮ થી ૯ મહેમાનો, વાલીઓ, યુવક - યુવતીઓ માટે ચા કોફી નાસ્તો આપવામાં આવશે.

આ પરિચય મેળામાં રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, નાગપુર, વિદેશમાંથી કુલ ૩૫૦ જેટલા યુવક - યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. તેઓનું રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી કરવામાં આવશે. સવારે ૯ થી ૧૦:૩૦ દરમિયાન મહેમાનો - દાતા પરીવારજનો, મહાજન તથા મહાપરિષદ તથા રઘુવંશીની વિવિધ સંસ્થાઓ, મેરેજ બ્યુરોનું સંચાલન કરતા તમામ અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવશે. યુવક - યુવતીઓનો પરિચય આપવામાં આવશે. ૯મા પરિચય પસંદગી મેળાની કલર ફોટા સાથેની બાયોડેટા સાથેની ડિરેકટરીનું વિમોચન કરવામાં આવશે. બપોરે ૨:૩૦ થી ૫ સુધી યુવક - યુવતીઓ - વાલીઓ વચ્ચે ગ્રુપ મીટીંગ, પર્સનલ કોન્ટેકટ કરાવાશે.

તા.૨૦ના રવિવારે રજીસ્ટ્રેશન સાથે રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ જેઓએ થેલેસેમીયા ટેસ્ટ નથી કરાવ્યો તેના માટે વિનામૂલ્યે થેલેસેમીયા ટ્રસ્ટ કરાવી આપવામાં આવશે. બીએસએનએલ રાજકોટ દ્વારા તમામ યુવક - યુવતીઓ - વાલીઓ માટે બીએસએનએલ ૪જી સીમકાર્ડ ઓરીઝનલ આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ પર વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં સીમ વેલીડીટી ૧૮૦ દિવસ, ૨૫૦ મિનિટ તમામ નેટવર્કમાં ફ્રી કોલીંગ (૯ દિવસ માટે) ટોટલ ૧ જીબી ડેટા (૯ દિવસ માટે) ફ્રી આપવામાં આવશે. જે માટે પાસપોર્ટ સાઈઝ ફોટો, એડ્રેસ પ્રુફની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. સમગ્ર કાર્યક્રમનું ફેસબુક ઉપર લાઈવ કરવામાં આવશે.

શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ આયોજીત ૯મો પરિચય પસંદગી મેળાના આયોજનમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ તથા યોગેશભાઈ પૂજારા, ડો.નિશાંત ચોટાઈ, રીટાબેન કોટક, ડો.હિમાંશુભાઈ ઠક્કર, ધવલભાઈ ખખ્ખર, જયસુખભાઈ જસાણી, રાજુભાઈ જસાણી, ઈન્દીરાબેન જસાણી, મીનાબેન જસાણી, સમગ્ર જસાણી પરીવાર, નવીનભાઈ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, નટુભાઈ કોટક, રમેશભાઈ ધામેચા, નરેન્દ્રભાઈ નથવાણી, સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના તમામ મેરેજ બ્યુરોના સંચાલકો, રઘુવંશી સમાજના વિવિધ સંસ્થાના હોદ્દેદારો - અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારો યોગેશ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ડો.નીતીન રાડીયા, હિતેશભાઈ પોપટ, અશોક હીન્ડોચા, પ્રકાશ સુચક, પરેશ તન્ના, કન્વીનરો જયંતભાઈ બુદ્ધદેવ, નરેન્દ્રભાઈ તન્ના, પિયુષભાઈ તન્ના, રાજુભાઈ સેજપાલ, જયદીપ રાજવીર, ઉમેશ હીન્ડોચા, જીમ્મીભાઈ દક્ષીણી, મનસુખભાઈ કોટેચા, અલ્પેશ માનસતા, રાજેશ અઢીયા, ડો.અજયભાઈ ઠકરાર, ભુપેન્દ્રભાઈ કોટક, પાર્થ જસાણી, સંજયભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ઠક્કર, ધ્રુવિલ જસાણી, મીત રાચ્છ, વિનોદ બુદ્ધદેવ, દિનેશભાઈ, બ્રીજેશ શીંગાળા, ઉદયભાઈ લાખાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

તમામ યુવક - યુવતીઓ તથા  વાલીઓએ તા.૨૦ના રવિવારે સવારે ૯ કલાકે શ્રી અટલ બિહારી બાજપાઈ, ઓડીટોરીયમ પેડક રોડ, આર્યનગર ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ. ત્રિકોણબાગ રૂટ નં.૨, તેમજ હોસ્પિટલ ચોક, પાસેથી સીટી બસ મળી શકશે.

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં ૫૩માં સમૂહલગ્ન યજ્ઞોપવિત સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં ફોન - ૦૨૮૧- ૨૨૩૪૭૧૪ ઉપર સંપર્ક સાંજે ૭ થી ૯ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:30 pm IST)