Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

માર્કેટમાં લસણના ભાવમાં ભડકો : પ્રતિ મણ 2000ની સપાટી કુદાવી

ડૂંગળી અને ટામેટા બાદ મોંઘા લસણે ભોજનનો સ્વાદ પણ બગાડ્યો

રાજકોટ : ડુંગળી અને ટમેટા બાદ લસણના ભાવમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની કિંમત પ્રતિ વીસ કીલોએ 2 હજાર 100 રૂપિયા પહોંચી છે. માર્કેટમાં લસણની અછત હોવાના કારણે લસણના ભાવમાં ભડકો થયો છે.

ગત વર્ષે આ લસણનો ભાવ પ્રતિ મણ 100 રૂપિયા હતો. જે હવે 2 હજાર રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. મોંઘા લસણે ભોજનનો સ્વાદ પણ બગાડ્યો છે.

ડૂંગળી અને ટામેટાની મોંઘવારીથી લોકો પહેલાથી જ હેરાન છે. ત્યારે હવે લસણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં દુકાનો પર લસણ 300 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે

(12:24 pm IST)