Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જામનગર રોડ પર છકડો અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માતઃ ૮ વર્ષના ધવલનુ મોત

રાજકોટ : માધાપર ગામમાં રહેતા ભરતભાઇ મોહનભાઇ માલકીયા(ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના ૮ વર્ષના પુત્ર ધવલને લઇને પોતાના જીજે-૩એ એકસ-૩૭૯૭ નંબરના છકડો રીક્ષામા જતા હતા ત્યારે જામનગર રોડ કડીવાલ હોસ્પિટલ પાસે પુત્ર ધવલને ભાગ અપાવવા માટે છકડો રીક્ષા ઉભી રાખી અને ધવલને ડ્રાઇવર સીટ ઉપર બેસાડી ભાગ લેવા માટે ગયા હતા, ત્યારે જીજે૩એ-એકસ પ૭૦ર નંબરની સીએનજી રીક્ષાના ચાલકે પુરઝડપે આવી છકડો રીક્ષા સાથે અથડાવતા પુત્ર ધવલ છકડો રીક્ષામાંથી પડી જતા ગંભીર ઇજા થતા તેનુ મોત નીપજયુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમારે તપાસ હાથ ધરી છે.

(2:16 pm IST)