Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

વિનુભાઇ રાજયગુરૂ(ગુરૂ)ના નાનાભાઇ ભાસ્કરભાઇની પુત્રી દેવાંશીનું બેંગ્લોર ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ

રાજકોટઃ  ભાજપના પૂર્વ અગ્રણી સ્વ. વિનુભાઇ રાજયગુરુના નાના ભાઇ ભાસ્કરભાઇની મોટી પુત્રી દેવાંશી( ઉ.વ.ર૮ ) નું શુક્રવારે  રાત્રે બેંગ્લોર ખાતે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજયું હતુ.

સાથોસાથ નાની પુત્રી ભૂમિતિ (ગુડ્ડુને) પણ પગમાં ગંભીર ઇજા થઇ છે. બંને બહેનો  બે-ત્રણ દિવસ પહેલા બહેનપણીઓ સાથે બેંગ્લોર ફરવા ગયેલ હતી. દરમિયાન શુક્રવારે રાત્રે બેંગ્લોર ખાતે તેમની કાર ડીવાઇડર પર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયેલ. અને દેવાંશીનું અવસાન થયેલ છે. તેમની સાથેની અન્ય છોકરીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહી  છે.આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ સ્થળ ઉપર મૃત્યુ નિપજયું હતુ.

(12:29 pm IST)