Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ભીડભંજન સોસાયટીમાં વાહન પાર્ક કરવા મામલે સચીન પરમારને ભરવાડ શખ્સોએ કડાથી માર માર્યો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટી મેઇન રોડ રૂપા કોમ્પલેક્ષમાં રહેતાં સચીન રમેશભાઇ પરમાર (ઉ.૪૧)ને રાત્રે ઘર પાસે સંગ્રામ ભરવાડ, ઘુઘા ભરવાડ અને નટુ ભરવાડે ઝઘડો કરી લાકડીથી પેટ વાંસામાં માર મારી તેમજ હાથમાં પહેરેલા કડાથી ઇજા કરી ઢીકા-પાટુનો પણ માર મારી ગાળો ભાંડતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. એન. ડોડીયાએ ગુનો નોંધ્યો છે. ઘર પાસે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થતાં આ હુમલો થયો હતો.

(11:22 am IST)