Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મહિલા શક્તિ અને ગૌ માતા સાથે મળીને પીએમ મોદીનું 'આત્મનિર્ભર ભારત' નું સપનું સાર્થક કરી શકશું : ડો, વલ્લભભાઇ કથીરિયા

ગૌસંવર્ધન થી રાષ્ટ્ર સંવર્ધન અને મહિલાઓની આત્મનિર્ભરતા અને સશક્તિકરણ પણ શક્ય

રાજકોટ : "મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની "ગાય આધારીત ઉદ્યોગો દ્વારા મહિલાઓના આત્મનિર્ભરતા અને સશક્તિકરણ" વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં આશરે 150 બહેનો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારનું મુખ્ય માર્ગદર્શન રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મહિલા શક્તિ અને ગૌ માતાની સાથે મળીને વડા પ્રધાન મોદીનું 'આત્મનિર્ભર ભારત'નું સ્વપ્ન સાર્થક બનશે. ગૌસંવર્ધન થી રાષ્ટ્ર સંવર્ધન અને મહિલાઓની આત્મનિર્ભરતા અને સશક્તિકરણ પણ શક્ય છે.

આ વેબિનારની અધ્યક્ષતા મહિલા સમન્વયના ઓલ ઈન્ડિયા કન્વીનર ફોર વુમન કો-ઓર્ડીનેટર ગીતા તાઈજીને કરી હતી. ગુજરાત પ્રાંતના મહિલાસમન્વયના સંયોજક કન્વીનર શૈલજા અંધારે , સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક આર, એસ, એસ,  મહેશભાઇ જીવાણી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમન્વય પાલક  નરેન્દ્રભાઇ દવે ખાસ આ વેબિનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વેબિનારનું સંચાલન સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા સંકલના સંયોજક શ્રીમતી કાન્તાબેન કથિરીયેને કર્યું હતું

 

(12:21 am IST)