Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્‍ટ પોલીસ કમિશ્નર આહેમદ ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા પો.કોન્‍સ. આર.વાઘ, રાવલ, એસ.ઓ.જી.ની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસ.ઓ.જી.શાખા ખાતે મહીલા પો.કોન્‍સ.સોનાબેન મુળીયા તથા પો.કોન્‍સ. વીજેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. અઝરૂદ્દીનન બુખારીને સચોટ માહિતી મળેલ કે રાજકોટ શહેર મવડી મેઇન રોડ બાપાસીતારામ ચોકથી આગળ આવેલ હરીઓમ એકયુપ્રેશર એન્‍ડ નેચરોથેરાપી સેન્‍ટર નામના કલીનીકમા અમીતભાઇ રજપુત તથા દીનેશભાઇ રજપુત તથા અવેશભાઇ પીંજારા નામના માણસો ઉપરોકત નેચરોથેરાપી સેન્‍ટરમાં ગર્ભનું જાતીય પરીક્ષણ કરતા હોવાની અને ગર્ભપાત પણ કરી આપવાની વ્‍યવસ્‍થા કરી આપતા હોવાની માહિતી મળતા હકીકતના આધારે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન આરોગ્‍ય શાખાના અધિકારી ડો. લલીતભાઇ તેજાભાઇ વાઝા તથા આરોગ્‍ય અધિકારી શ્રી એમ.બી.ચુનારા સાથે રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખાના પો.સબ ઇન્‍સ એમ.એમ.અંસારી તથા મહીલા પો.સોનાબેન મુળીયા તથા પો.કોન્‍સ વીજેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. અઝરૂદ્દીનભાઇ બુખારી વીગેરે પોલીસ સ્‍ટાફ તથા પંચો સાથે હરીઓમ એકયુપ્રેશર એન્‍ડ

 નેચરોપેથી સેન્‍ટર ખાતે પોલીસ મિત્ર મુકતાબેન તથા તેના પતિ મહેશભાઇ મુધવાને ડમી ગ્રાહક બનાવી મુકતાબેનને સોનોગ્રાફી મશીન દ્વારા દીકરો કે દીકરીનું જાતીય પરીક્ષણ કરી જો દીકરી જણાય તો ગર્ભપાત પણ કરી આપવાની તૈયારી બતાવીને જેમા સોનોગ્રાફી કરવાના રૂા. ૧ર૦૦૦ તેમજ ગર્ભપાત કરવાના રૂા. ર૦,૦૦૦ વસુલવા જણાવેલ હતું જેથી તુરત જ આરોગ્‍ય સ્‍ટાફ અને પોલીસ દ્વારા રેઇડ કરતા સદરહું કલીનીક અમીતભાઇ ચલાવતા હોય જેમાં અવેશભાઇ રફીકભાઇ મંસુરી તથા દીનેશભાઇ મોહનભાઇ વણોલ પાસેથી ઇડીેએએન કંપનીનું સોનોગ્રાફી મશીન તથા સોનોગ્રાફી કરવા માટે ઉપયોગમાં લેવાતી જેલ બોટલ-નંગ-ર તથા ઉપરોકત આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૩ મળી આવેલ જે કબ્‍જે કરવામાં આવેલ છે અને ઉપરોકત ઇસમો કોઇ પણ પ્રકારની ડોકટરેટ ડીગ્રી ધરાવતા ન હોય તેમ છતા સોનોગ્રાફી મશીન દ્વારા જાતીય પરીક્ષણ કરી જો દીકરી જણાઇ તો ગર્ભપાત પણ કરતા હોવાનું માલુમ પડતા સાથેના રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્‍ય શાખાના અધિકારી ડો. લલીતભાઇ તેજાભાઇ વાઝા સા.એ. રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પી.સી.એન્‍ડ પીએન્‍ડ પી.ટી. એકટ ૧૯૯૪ ની કલમ ૩,,,૧૮ તથા નિયમ ૩,,૬ તથા ઇ.પી.કો. કલમ ૩૧પ, પ૧૧ મુજબની ફરીયાદ આપતા ફરીયાદ રજીસ્‍ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરી છે.

 આ ગુન્‍હામાં આરોપીઓ (૧)અમીન પ્રવીણભાઇ થીયાદ જાતે કારડીયા રજપુત (ઉ.વ.૩૯) ધંધો એકયુપ્રેશર થેરાપીનો રહે. ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટી શેરી ન. ૩ ઉમાવંશી  મકાનની બાજુમાં રાજકોટ (ર) દીનેશભાઇ મોહનભાઇ વણોલ જાતે કારડીયા રજપુત ઉ.વ.૩૬ રહે.કૃષ્‍ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોક અલંકાર એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦ંર  રાજકોટ.

(૩) અવેશભાઇ રફીકભાઇ મંસુરી (પીંજારા) જાતે મુસ્‍લીમ ઉ.૩ર રહે. અંધારીયાવાળ લધાસાબાવાની દરગાહ પાસે મેઇન બજાર રોડ ધોરાજી જી.રાજકોટ તથા તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્‍સ. એમ.એસ.અંસારી તથા પો.હેડ કોન્‍સ. ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્‍સ વિજેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. અઝરૂદ્દીનભાઇ બુખારી તથા કૃષ્‍ણદેવસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ ગોહીલ તથા અનીલસિંહ ગોહીલ તથા મહીલા પો.કોન્‍સ. સોનાબેન મુળીયા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

(7:11 pm IST)
  • આજ 14 સપ્ટેમ્બર " હિન્દી દિવસ " : 1949 ની સાલમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો હતો : 14 સપ્ટેમ્બર 1953 થી હિન્દી દિવસ ઉજવવાની શરૂઆત થઇ : વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમે રહેલી હિન્દી હવે ચોથા ક્રમમાં : દેશના 77 ટકા પ્રજાજનો હિન્દી ભાષા બોલતા હોવાનો સર્વે access_time 1:47 pm IST

  • સાંજે ૫:૧૫ વાગ્યે : બગસરાથી વિસાવદર અને સતાધાર પંથકમાં બારે મેઘ ખાંગા થયા : અતિ ભારે વરસાદ પડી રહ્યો છે : ખેતરો અને નદીઓમાં પાણી ચાલ્યા જાય છે access_time 5:55 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 48 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 79 હજારને વટાવી ગયો: રિકવર થનારની સંખ્યા :37.50 લાખ નજીક access_time 9:04 pm IST