Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કલબ યુવી દ્વારા રાજકોટ- અમદાવાદનો રાસોત્સવ રદ : આરતી કરાશે : ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

કોરોના સંક્રમણ ધ્યાને લઇ મહત્વનો નિર્ણય : સભ્યો ઘરે ઘરે જ આરતી ગરબા કરે તેવી અપીલ

રાજકોટ તા. ૧૪ : કલબ યુવી દ્વારા સતત ૧૧ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ઝાકમઝોળ આયોજન થતુ આવ્યુ છે. હજારો ખેલૈયા ભાગ લ્યે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને લઇ કલબ યુવીના બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા રાજકોટ અને અમદાવાદ ખાતેના નવરાત્રી આયોજનો રદ કરવા નિર્ણય લેવાયો છે. નવલા નોરતા દરમિયાન સંસ્થાના સિમિત સભ્યો સાથે મળી ઉમિયા માતાજીની માત્ર આરતી ઉતારી કાર્યક્રમ આટોપી લેશે. જેનો સોશ્યલ મીડિયા મારફત દર્શનનો લાભ લઇ શકાશે. કોવિડ-૧૯ ના શત્રુને હરાવવા સર્વેએ ઘરે જ રહીને માતાજીની ભકિત કરવા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિત   કનેરીયા, એમ.ડી. મહેન્દ્ર ફળદુ એડવોકેટની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(12:06 pm IST)