Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

૨૫ હોટલોના માલિકોને 'ઓયો' પાસેથી દોઢ કરોડનું લેણું

રાજકોટમાં 'ઓયો'ની ઓફિસ પણ બંધ કરી દીધીઃ એક થી બે દિવસમાં પોલીસ કેસ કરાશે : પોતપોતાની હોટલોમાં ઓયો હટાવો હોટલ બચાવો... 'ગેસ્ટ આર વેલકમ વિધાઉટ ઓયો'ના બેનરો લગાવી દીધા

રાજકોટ,તા.૧૪: ઓન લાઈન હોટેલ બૂકીંગ મેનેજમેન્ટ કરતી કંપની 'ઓયો' ઉપર હોટલના માલીકો વિફર્યા છે. ગ્રાહકો અને હોટલ સંચાલકો પાસેથી મસમોટુ કમીશન મેળવતી 'ઓયો'ને રાજકોટના ૨૫ જેટલા હોટલ માલીકોને દોઢ કરોડ ચુકવવાના પણ બાકી હોવાનું 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલ હોટલ માલીકોએ જણાવેલ.

તેઓએ જણાવેલ કે, આજરોજ અમો જાસલ પાર્ટી પ્લોટ ખાતે આવેલ 'ઓયો'ની ઓફીસે ગયા હતા પરંતુ ઓફીસને પણ તાળા લાગી ગયા હતા એટલે અમોએ તેમની ઓફીસમાં ઓયોના બુકીંગ ટેબલેટ પણ પરત કરી દીધા છે. તેઓએ જણાવેલ કે, ઓયો કંપની ગ્રાહકો અને હોટલ માલિકો પાસેથી પણ મસમોટા કમિશન મેળવે છે. જયારે હોટલ માલિકોને તો એક થી દોઢ મહિને ચૂકવણા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક ટાઈમથી તો આ કંપનીએ સરકારને પણ પેમેન્ટ આપ્યુ નથી. તેઓ સાથે પણ છેતરપીંડી કરી છે. આ કંપની અન્ય બિઝનેસમાં પણ ઝંપલાવી રહ્યુ છે. જેથી અમો અન્ય વેપારીઓને પણ અનુરોધ કરીએ છીએ કે, આ કંપની સાથે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવો. આ કંપની ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલ કરે છે અને હોટલધારકોને જુદા જુદા ચાર્જ લગાડી નાણા ઓછા આપવામાં આવે છે. ગ્રાહકોની સાથે સાથે હોટલધારકો પણ છેતરાય છે.

કંપની દ્વારા ૧૫૦૦ રૂ.માં રૂમ બુક કરી અને હોટલના માલિકોને માત્ર ૬૦૦ રૂ. જ આપતા હતા અને તેમાંથી પણ બુકીંગ ઉપર કન્વીનિયન્સ ફી, જાહેરાતનો ચાર્જ સહિત વિવિધ ચાર્જ લગાવવામાં આવે છે. હોટલના માલિકોએ જણાવેલ કે, આગામી દિવસોમાં અમો ઓયો કંપની સામે પોલીસ ફરીયાદ દાખલ કરીશુ. ત્યારબાદ પણ આ કંપની સામે જંગ જારી રહેશે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ હોટલના માલિકો સર્વેશ્રી શ્રેયસ વેગડ (હોટલ - નોવાહોવાના - મો.૯૯૭૯૭ ૯૫૭૯૭), જીતુલભાઈ કોટેચા (હોટલ- ઈયુરોપાઈન - મો.૯૩૭૪૧ ૫૪૦૦૦), સંજયભાઈ વ્યાસ (હોટલ - ગ્રીનફયુઅલ - ૯૮૨૪૫ ૨૦૨૭૭), સતીષ વીરડીયા (હોટલ - ધ ગ્રાન્ડ રીઓ - મો.૯૨૭૪૦ ૦૯૨૭૪), કૌશલભાઈ ભારાઈ (હોટલ-સીટી ઈન - મો.૯૪૨૬૬ ૦૮૫૨૧), ધવલભાઈ બોઘરા (હોટલ - તિલક - મો.૯૫૧૦૧ ૧૧૧૦૩), કેતનભાઈ રાજપુરોહિત (હોટલ - લોટસ - મો.૮૯૯૯૯ ૮૮૫૮૮), અજયભાઈ ગોહિલ (હોટલ - કેપીટલ - મો.૯૭૩૭૮ ૦૪૮૦૪), જબરભાઈ રાજપુરોહિત (હોટલ - રીવેરા - મો.૯૮૯૮૦ ૪૨૦૬૭), દિવ્યરાજસિંહ વાઘેલા (હોટલ - શિવશકિત - મો.૯૭૨૭૬ ૮૨૨૯૯), હિમાંશુ મહેતા (હોટલ - પાર્ક ઈન - મો.૯૨૨૭૯ ૪૦૦૦૯), નિલેશભાઈ ઠક્કર (હોટલ - નિલદીપ - મો.૯૪૨૮૪ ૬૬૮૬૧ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)