Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કણસાગરા કોલેજની બહેનો હોકી સ્પર્ધામાં ચેમ્પિયન ઝોન લેવલે રમવા જશે

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ. અનુસ્નાતક ભવન આયોજીત આંતર કોલેજ હોકી (બહેનો)ની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોની હોકીની ટીમોએ ભાગ લીધો હતો. જેમા શ્રીમતી કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજની હોકી (બહેનો)ની ટીમ ચેમ્પીયન થયેલ છે. આ ચેમ્પીયન વિદ્યાર્થીનીઓ યુનિ. વતી યુનિ. ઓફ રાજસ્થાનમાં ઝોન લેવલે રમવા જશે. હોકીની ટીમના ખેલાડીઓને સંસ્થાના પ્રિન્સીપાલ ડો.રાજેશ કાલરીયા, સ્પોર્ટસ ઇન્ચાર્જ ડો.આરે.ડી.સેંજલીયા તથા કોલેજે પરિવારને અભિનંદન પાઠવ્યા છે. ખેલાડીઓ માખેલા નંદીની, મુંગપરા જીલ, સિતાપરા કાક્ષા, વ્યાસ ખુશી, લાવડીયા રાજવી, મેઘાણી જુલી, કુરેશી મુશ્કાન, રબા હરીના, ત્રિવેદી ઋત્વી, જાડેજા માયાબા, હિરપરા ભકિત, ભારાઇ નિમુ, ઝાપડા રાધા, ઝાપડા વર્ષા અને જાગાણી જાન્વી.

(3:37 pm IST)