Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાજપ ગરીબો પાસેથી વાહન ચલાવવાનો અધિકાર પણ છીનવી લેશે ! : દંડ કેટલો યોગ્ય

શું લોકોના નસીબમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવાનું જ લખ્યુ છે?

ગુજરાતમાં મોટર વ્હીકલ કાયદો કડક કરવાની તાત્કાલીક અમલવારીથી લોકો હેરાન - પરેશાન થઈ રહ્યા છે. હાલમાં હેલ્મેટ વેચાણ મન ફાવે તેવા ભાવો તોડવામાં આવી રહ્યા છે. નિયમો મુજબ હેલ્મેટ કેટલા ટકા નિયમો મુજબ અને લોકો માટે સુરક્ષિત છે. તેવી તપાસ કરવા તંત્ર નીંદરમાં છે.

શું ભાજપ સરકાર ગરીબ લોકો પાસેથી વાહન ચલાવવાનો અધિકાર છીનવા પ્રયત્નો કરી રહેલ છે. રૂ.૩૦૦ મજૂરી કરનાર માણસને આકરો દંડ યોગ્ય છે?

જો ખરેખર ભાજપ સરકાર પ્રજા પ્રત્યે લાગણીશીલ હોય તો પ્રજાને થોડો સમય અને રાહત આપે. હેલ્મેટ વિના આકરા દંડના બદલે હેલ્મેટ વિતરણ કરે અને જો કોઈ પણ વ્યકિત મોટર વ્હીકલ નિયમ ભંગ કરતા પકડાય તો પણ તેની આર્થિક પરિસ્થિતિ ઉપર તપાસ કરીને તેની ક્ષમતા મુજબ દંડ વસૂલવામાં આવે.

લોકો હજુ થોડા સમય પહેલા નોટબંધીની લાંબી લાઈનોમાંથી છૂટકારો મેળવીને રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે ત્યારે ફરીવાર હવે પિયુસી કઢાવવા લાંબી લાઈનો, આરટીઓ ઓફીસે લાંબી લાઈનો દંડ ભરવા લાંબી લાઈનોમાં જોડાઈ ગયા છે.

શું ભાજપ સરકારના કાર્યકાળ સમયમાં લોકોના નસીબમાં એનકેન પ્રકારે લાંબી લાઈનો ઉભા રહેવાનું લખ્યુ છે? પ્રજા લક્ષી સુવિધાઓમાં શૂન્ય અને દંડની રકમ ભારે ભરખમ વસૂલ કરવી કેટલી યોગ્ય છે?

નરેશ પરમાર

પ્રમુખ વોર્ડ નં.૧૫, રાજકોટ શહેર કોંગ્રેસ અનુ. જાતિ વિભાગ, મો. ૯૯૦૪૮ ૧૮૮૧૮

(3:32 pm IST)