Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

દેશી દારૂની ડ્રાઇવઃ રપ દરોડામાં ર૧ ઝડપાયા

રાજકોટ તા. ૧૪ : શહેરના અલગ અલગ સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ બોલાવી રપ સ્થળે દરોડા પાડી ર૧ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં એ ડીવીઝન પોલીસે એસ.ટી.બસ સ્ટેશન, શાસ્ત્રીમેદાન પાસેથી રૂ.૮૦નો દેશીદારૂ સાથે હુશેન રજાકભાઇ દુસાણી (ઉ.૧૯) (રહે. ઘંટેશ્વર સામે  કવાર્ટર નં. રપ૦), અને રૂ.૧૦૦ ના દેશીવારૂ સાથે સાજીદ કાસમભાઇ ફુલાણી (રહે.શાસ્ત્રીમેદાન તથા બી ડીવીઝન પોલીસે ભગવતીપરા ગીરનારી શેરીમાંથી રૂ.૧૦૦ ના દેશીદારૂ સાથે રણજીત કેશુભાઇ સીતાપરા (રહે. બેડીપરા ગીરનારી શેરી)ને, મોરબી રોડ વેલનાથપરા સૌચાલય પાસેથી રૂ.૬૦ના દેશીદારૂ સાથે પરેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ બાબરીયા (રહે. મોરબી રોડ બેડી ચોકડી પાસે)ને, નવાગામ આર.એમ.સી. છપ્પનીયા કાવર્ટરમાંથી રૂ.૧૦૦ ના દેશી દારૂ સાથેરાહુલ ભાણજીભાઇ શીયાળ (ઉ.રર) ને તથા થોરાળા પોલીસે ખોડીયારપરા શેરી નં. ૧૧માંથી રૂ.૧૪૦ નો તથા ખોડીયારપરા કાનાભાઇનું ફળીયુ શેરી નં.ર૯માંથી રૂ.૧૦૦ ના દેશી દારૂ કબજે કર્યો હતો. જયારે ભારતી મુકેશભાઇ સોલંકી અને વર્ષા અજય પરમારની શોધખોળ આદરી છે ત્યારે ભકિતનગર પોલીસે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર શેરી નં.૧૩માંથી રૂ.૬૦ ના દેશી દારૂ સાથે એજાજ અનવરભાઇ અજમેરી (રહે. રાધાકૃષ્ણનગર-૧૩) ને પકડી લીધો હતો જયારે કુવાડવા રોડ પોલીસે રાણપુર નવાગામમાંથી રૂ.૧ર૦ના દેશી દારૂ કબજે કરી રેખા રમેશ વાઘેલાની શોધખોળ હાથધરીછે સાતહનુમાન મંદિર પાસેથી રૂ.૪૦ ના દેશી દારૂ સાથે દીલીપ બાબુભાઇ પરબતાણી (રહે. સોખડા ગામ) ને, સાત હનુમાન મંદિર પાસે દેવનગરમાંથી રૂ.૧૪૦ ના દેશીદારૂ સાથે જયેશ નરગીશભાઇ લગવાડીયા (રહે. દેવનગર મફતીયા પરા) ને પકડી લીધો હતો.

જયારે આજીડેમ પોલીસે કોઠારિયા ચોકડીના નાલા પાસેથી રૂ.૮૦ ના દેશી દારૂ સાથે મુકેશ વસંતભાઇ સોલંકી (રહે. શાંતીનગરપરા) ને પકડી લીધો હતો. જયારે માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં.પ માંથી રૂ.ર૦૦ ના દેશી દારૂ સાથે જીતુ આણંદભાઇ સોઢા (રહે. આંબેડકરનગર), ગોકુલનગર મેઇન રોડ દ્વારકાધીશ સોસાયટીમાંથી રૂ.ર૦૦ના દેશી દારૂ સાથે ધર્મેશ કાળુભાઇ ભડેલીયા (રહે. જસરાજનગર શેરી નં. પ/૬) ને અને દોઢસો ફુટ રોડ કે.કે.વી. હોલ પાસે ઝુપડપટ્ટીમાંથી રૂ.૧૪૦ ના દેશી દારૂ સાથે કુસુમ પીયુશભાઇ સોલંકી (રહે.કે.કે.વી.હો ઝુપડપટ્ટી) ને પકડી લીધો હતો જયારે પ્રનગર પોલીસે કીટીપરા ગાયકવાડીની બાજુમાંથી રૂાઉ૧૦૦ ના દેશી દારૂ સાથે નીતુ દિપકભાઇ ઉમરાળીયા (રહે. ગાયકવાડી કીટીપરા) ને પકડી લીધો હતો. જયારે ગાંધીગ્રામ પોલીસે છોટુનગર મેઇન રોડ પરથી રૂ.ર૦૦ ના દેશીદારૂ સાથે મુન્ની વેલજીભાઇ અધારીયા (રહે. રૈયા રોડ છોટુનગર મેઇન રોડ) ને તથા શારદા દિનેશભાઇ વાજેલીયાને રૂ.૧૦૦ ના દેશી દારૂ સાથે પકડી લીધા હતા જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક સામે રપ વારીયા કવાર્ટર નં.૧૩૩૯ માંથી રૂ.૮૦ ના દેશી દારૂ સાથે વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડ (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર) ને પકડી લીધો હોત.

જયારે તાલુકા પોલીસે મોટામવા ગામ પાછળથી રૂ.૧૪૦ ના દેશી દારૂ સાથે વિનોદ જોરૂભાઇ સાડમીયા (રહે.મવડી ગામની પાછળ રામધણ પાસે ઝુપડામાં)ને વૃંદાવનનગર પુનીતનગરની બાજુમાંથી રૂ.૧૪૦ ના દેશી દારૂ સાથે શકિતસિંહ મહિપતસિંહ ઝાલા (રહે. વૃંદાવનનગર-૧પ) વામ્બે આવાસ યોજના કવાર્ટરમાંથી રૂ.૬૦ના દેશી દારૂ સાથે રાજુ ઉફેસ્ર્ ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવ (રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર)ને પકડી લીધો હતો જયારે યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ કિડની હોસ્પીટલ પાછળ શાંતીનગર મફતીયા પરામાંથી રૂ.૧ર૦ના દેશી દારૂ અને ઝુપડા પાસે ફુટપાથ પરથી રૂ.૧૬૦નો દેશી દારૂ કબ્જે કરી મંજુ રામભાઇ સોલંકી અને શિલ્પા ચંદુભાઇ સોલંકીની શોધખોળ આદરી છે. અને રૂ.૧૦૦ ના દેશી દારૂ સાથે મનસુખ સાર્દુલભાઇ સોલંકી (રહે. યુનિવર્સિટી રોડ ઝુપડપટ્ટીમાં) ને પકડી લીધો હતો.

(3:28 pm IST)