Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કોંગ્રેસ દ્વારા ૧૮ સ્થળે હવન-ચક્કાજામઃ પોલીસે ટીંગાટોળી કરી ૧૨૫ની અટકાયત કરી

રસ્તા રીપેરીંગ માટે તંત્ર-ભાજપને સદબુધ્ધિ મળેઃ અશોક ડાંગર-વશરામ સાગઠીયા : પવનપુત્ર ચોકમાં શહેર પ્રમુખ અશોકભાઇ-જશવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં હવન યોજયોઃ ત્રિકોણબાગે મહેશ રાજપુત-જયપાલ રાઠોડ-રણજીત મુંધવા સહીતની અટકાયતઃ વોર્ડ નં. ૧રમાં મવડી ચોકડીએ વિજય વાંક-સંજય અજુરીયાએ ચક્કાજામ કર્યો

મવડી ચોકડીએ ખાડામાં સૂઇને ચક્કા જામ :.. રાજકોટ : રસ્તાનાં ખાડાઓનાં રીપેરીંગ માટે તંત્ર અને શાસકોને જગાડવા મવડી ચોકડીએ કોંગી કોર્પોરેટર વિજય વાંક, પરેશ અસોડા, સંજય અજુડીયાની આગેવાનીમાં સદબુધ્ધ હવન તથા રસ્તાનાં ખાડાઓમાં સુઇને સેંકડો કાર્યકરોએ ચક્કા જામના કાર્યક્રમો આપ્યા હતાં. તે વખતની તસ્વીરો (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૪:  શહેરના રાજમાર્ગો મુખ્ય ચોક, ગલીઓમાં વરસાદ બાદ રસ્તાઓ જર્જરીત થઇ ગયા છે. આમ છતાં તેના રીપેરીંગમાં ભાજપના શાસકો અને તંત્રવાહકો ઢીલાશ રાખી રહયા હોઇ તેઓને સદબુધ્ધિ મળે તે માટે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વોર્ડમાં હવનનો કાર્યક્રમ તથા રસ્તા પર ચક્કાજામનાં કાર્યક્રમો આપતા પોલીસે ટીંગાટોળી કરી અને ૧૨૫ થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે હાલ મેઘરાજાની મહેરબાની થી સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ આવેલ છે તેમજ રાજકોટના ડેમો છલકવી દીધા છે અને રાજકોટ શહેરના પીવાનાં પાણીના પ્રાણ પ્રશ્ને જયારે કુદરતે રાજકોટની જનતાની આખા વર્ષની પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી હોય તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ત પ્રીમોન્સૂન કામગીરી કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હોય ત્યારે આ અણાવડતના કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લાપરવાહી દાખવી છે અને  શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર હોય જે હાલ રાજકોટની આ ખાડા-ખાબડા અને પાણી ભરાવાથી હેરાન પરેશાન થયેલ પ્રજા એ ઓળખી ગઈ છે. શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે મનપાનું તંત્ર વીવીઆઈપીઓની સેવા માંથી ફુરસદ કાઢી પોતાની પરસેવાની કમાણીથી ટેકસ ભરતી પ્રજાની સેવા કરે તેમજ સ્માર્ટ સીટી અને સ્વછતાની ખોટી વાતો બંધ કરી અને વાસ્તવિકતાની ધરતી ઉપર આવે તેવી માંગ કોંગી  આગેવાનોએ કરી છે.

કાર્યકરોની અટકાયત

વોર્ડ નં. ૨ માં પ્રદેશ આગેવાન, પ્રદીપભાઈ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ રૂદ્રદત રાવલ, માઈનોરીટી ચેરમેન યુનુસભાઈ જુનેજા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, રજતભાઈ સંઘવી,  શૈલેશભાઈ મહેતા, બાબુભાઈ દલ, સલીમભાઈ કારીયાણી, મયુરભાઈ શાહ, જીતુભાઈ ઠાકર, આકાશભાઈ, જીન્ગેશભાઈ ઉપાધ્યાય, દર્શન વાગડિયા, મનસુખભાઈ, મહેશભાઈ પરી, બાબુભાઈ બુદ્ઘદેવ વગરે કાર્યક્રમમાં જોડાયા હતા.

વોર્ડ નં. ૩ માં વોર્ડ પ્રમુખ ગૌરવભાઈ પુજારા, કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, આગેવાનો નાનુભાઈ આહીર, હિતેશભાઈ બગડાઇ, થાકુમલભાઈ ચંદનાની, યોગેશભાઈ માખેચા, પ્રકાશભાઈ અડવાની, ગુંજનભાઈ મહેતા, વેગળાભાઈ , લાલભાઈ, મિલનભાઈ રાઠોડ, નીલેશભાઈ, અતુલભાઈ ભગોરા, યોગીભાઈ વગેરે જોડાયા હતા.

વોર્ડ નં. ૪ માં કોર્પોરેટર રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, આગેવાનો ઠાકરસી ભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, વોર્ડ પ્રમુખ કલ્પેશભાઈ પીપળીયા, ફરિયાદ સેલ રાજકોટ પ્રમુખ આશિષસિંહ વાઢેર, રામભાઈ આહીર, યોગરાજસિંહ જાડેજા, હસુભાઈ ગોસ્વામી, રીટાબેન વાડેચા, ચંદરિકાબેન વરાણીયા, મુકેશભાઈ પરમાર, સંજય ભાઈ વાડેચા, રઝાકભાઈ વેલાની વગેરે જોડાયા હતા.

વોર્ડ નં. ૫ માં વોર્ડ પ્રમુખ કિશોરભાઈ દુબરીયા, પૂર્વ સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ,  હરદીપભાઇ રાઠોડ, પ્રાગજીભાઈ કાકડિયા, કિશોરભાઈ રંગાણી, રામજીભાઈ વ્યાસ, કાળુભાઈ મારાજ, મનસુખભાઈ લુંણાગરીયા, રવિભાઈ પઢિયાર, અશ્વિનભાઈ , વિજયભાઈ ભૂવા, ચિરાગ દાવડા, ભરત  ગમારા, વગેરે જોડાયા હતા.

વોર્ડ નં. ૬ માં પૂર્વ ડેપ્યુટી મેયર, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, ગોવિંદભાઈ સભાયા, વોર્ડ પ્રમુખ રાજુભાઈ કાપડિયા, જીતુભાઈ રાઠોડ, ગોરધનભાઈ મોરવાડીયા, ગૌતમભાઈ, ગીરીભાઈ વગેરે  જોડાયા હતા.

વોર્ડ નં. ૭ માં રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રવિણભાઇ રાઠોડ,યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, એન.એસ. યુ.આઈ. પ્રમુખ રોહિતસિંહ ડોડીયા, વોર્ડ પ્રમુખ કેતન જરીયા, પૂર્વ આઈ.ટી.સેલ પ્રમુખ ભાર્ગવ  પઢીયાર, ગોપાલ બોરાણા, કિશોરસિંહ જાડેજા, અભી તલાટીયા, રણજીત મુંધવા, ગુલામમોહયુદીન નવાબ,  દુરૈયાબેન, નાગજીભાઈ વિરાણી,રણજીત રાઠોડ વગેરે  જોડાયા હતા.

વોર્ડ નં. ૮ માં મહેન્દ્રભાઈ પ્રભુદાસ શ્રીમાળી, હસમુખભાઈ સોલંકી, રાજુભાઈ બગદા, કૈલાસભાઈ ભોજાણી, પપ્પુભાઈ બગદા, વાલીબેન રાઠોડ, સવિતાબેન શ્રીમાળી, પુજાબેન બગડા, રેખાબેન ધાંધલ, અલુંબેન હેરાન્જા, વગેરે.

વોર્ડ નં. ૯ માં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ મકવાણા વોર્ડ આગેવાનો વિભાભાઇ આહીર, હરભમભાઈ મોઢવાડીયા, પરાગભાઈ મકવાણા, મંજુલાબેન કડવાતર, જલ્પાબેન ચૌહાણ, દક્ષાબેન જોશી, હિતેશભાઈ જોશી, દાનાભાઈ સભાળ, સુંદરજીભાઈ , વિક્રમભાઈ સોલંકી, કેતનભાઈ ગોધાણી, તુલશીભાઈ, વલ્લભભાઈ મશરૂ, અશોકભાઈ લાલાકીયા વગેરે.

વોર્ડ નં. ૧૦ માં પ્રદેશ આગેવાન દેવેન્દ્રભાઈ ધામી, વિરોધપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, રાજદીપસિંહ જાડેજા, નીલેશભાઈ વિરાણી, અંકુરભાઈ માવાણી, પ્રતીમાબેન વ્યાસ, ડી બી ગોહિલ, દીપકભાઈ સિંધવ, ભૂપેશભાઈ ચારોલા, તુષિત પાનેરી, દિનેશભાઈ પટોડીયા, મયંકભાઈ હાથી, વિરેન્દ્રસિંહ, રોયલ પટેલ, હિતેશભાઈ મહેતા, પ્રકાશભાઈ, દિનેશભાઈ, કાન્તીભાઈ, બાબુભાઈ, અસ્વીનભાઈ, દીપકભાઈ, જેન્તીભાઈ, દિનેશભાઈ મોલીયા, જેન્તીભાઈ ભાયાણી, જૈમિનભાઈ રાઠોડ, જમનભાઈ, અમૃતભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા.

વોર્ડ નં. ૧૧ માં  વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, કોર્પોરેટર પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી, આગેવાનો પ્રકાશભાઈ વેજપરા, કિશોરભાઈ વાગડિયા, વિપુલભાઈ તારપરા, અશોકભાઈ, અભીભાઈ, ધીરુભાઈ ટીલાળા, નીરુભાઈ બોરીચા, દેવરાજભાઈ , મેશભાઈ, ભાવેશભાઈ, પ્રવીણભાઈ પરમાર, જેન્તીભાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, નરેશભાઈ પરમાર, કાળાબાપા, વ્યશભાઈ, પરેશભાઈ જોશી, વિપુલભાઈ ચિખલીયા, રમેશભાઈ સખીયા વગેરે.

વોર્ડ નં. ૧૨ માં કોર્પોરેટર વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, આગેવાન કનકસિંહ જાડેજા, અજીતભાઈ વાંક, નીલેશભાઈ ભાલોડી, અશોકભાઈ મારકણા, હરિભાઈ કાકડિયા, ઉજ્જવળભાઈ પટેલ, રાકેશભાઈ, હેમેદ્રી્સિંહ જાડેજા, વિજયભાઈ વાઘેલા, દીપકસિંહ જાડેજા, જયસુખ પટેલ, વિશાલભાઈ સિંધી, વગેરે.

વોર્ડ નં. ૧૩ માં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, કમલેશભાઈ કોઠીવાર, છગનભાઈ ચાવડા, મંગલભાઈ મુછડીયા, હેમલ યેશીવાડીયા, મહાવીરસિંહ જાડેજા, ચંદુભાઈ મૈયડ, પ્રવીણભાઈ મૈયડ, સરલાબેન પાતળિયા, હંસાબેન સાપરીયા, હિમ્મતભાઈ પરમાર, ગોવિંદભાઈ ચાવડા, શાંતાબેન મકવાણા, પ્રભાતભાઈ ડાંગર.

વોર્ડ નં. ૧૪ માં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, રાજુભાઈ ચાવડીયા, નાથાભાઈ કિયાડા, એસ સી સેલ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, સોસીયલ મીડિયા ચેરમેન જીગ્નેશભાઈ વાગડિયા, યુથ કોંગ્રેસ મહામંત્રી મયુરસિંહ પરમાર, આગેવાનો પરેશભાઈ વોરા, બીજલભાઈ ચાવડીયા, રવિભાઈ ડાંગર, વી ડી વ્યાસ, રમેશભાઈ તાલાતીયા, ગજુભા ઝાલા, નીરવભાઈ કિયાડા.

વોર્ડ નં. ૧૫ માં કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, આગેવાનોપ્રવીણભાઈ સોરાણી, વોર્ડ પ્રમુખ વાસુરભાઈ ભમ્ભાની, શિક્ષણ સમિતિ સભ્ય શરદભાઈ તલસાણીયા, વશરામભાઈ ચાંડપા, પ્રવીણભાઈ મુછડીયા, નવીનભાઈ બગડાઇ, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, હીરાભાઈ ચાવડા, રમેશભાઈ દૈયા, અકબરભાઈ પતાણી.

વોર્ડ નં. ૧૬ માં પ્રદેશ આગેવાનવોર્ડ પ્રમુખ નારણભાઈ હિરપરા, કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા, હારુનભાઈ ડાકોરા, રસીલાબેન ગરૈયા, દાસભાઈ પટેલ,  વોર્ડ મહામંત્રી અનવરભાઈ ઓડિય, શીવુંભા જાડેજા આગેવાન દિપ્તીબેન સોલંકી, રોજીનાબેન ઠેબા, ઈબ્રાહીમભાઈ સોરા, હાજીભાઈ ઓડિયા, યુનુસભાઈ સપા, મકસુદભાઈ ચાવડા, ભગવાનજીભાઈ સોજીત્રા, મનોજ ગઢવી, કે આર પટેલ, સુરેશભાઈ ગરૈયા, ભાવેશ પટેલ, સિકંદર ડાકોરા, જાદવભાઈ પટેલ.

વોર્ડ નં. ૧૭ માં પ્રદેશ આગેવાન દિનેશભાઈ ચોવટિયા, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, કોંગ્રેસ આગેવાનો રસિકભાઈ ભટ્ટ, વોર્ડ પ્રમુખ નિમિશ ભંડેરી, દર્શન ગોસ્વામી, શૈલેશભાઈ રૂપાપરા, પરસોતમભાઈ સગપરીયા, હિરલ રાઠોડ, સાગર દાફડા, યોગેશ પટેલ, વિમલભાઈ મુંગરા, કૌશિકભાઈ દેવમુરારી, શૈલેશભાઈ ટાંક, કૈલાસભાઈ કાકડિયા, બકુલસિંહ જાડેજા, મુન્નાભાઈ ઝાલા, બાબુભાઈ સાવલીયા, હસુભાઈ વૈષ્ણવ, પાયલબેન, વિભુતિબેન.

વોર્ડ નં. ૧૮ માં વોર્ડ પ્રમુખ દીપકભાઈ દ્યવા, મહામંત્રી વિનુભાઈ ચૌહાણ કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણી, નીલેશભાઈ મારું, ધર્મીસ્થાબા જાડેજા, મેનાબેન જાદવ, પ્રદેશ મંત્રી મયુરસિંહ જાડેજા, માજી કોર્પોરેટર સતુભા જાડેજા, આગેવાન નરેશભાઈ ગઢવી, ઉમેદભાઈ જેબલીયા, હરેશભાઈ સોરઠીયા, યોગેશભાઈ અકબરી, ગીતાબેન પરમાર, મુકેશભાઈ ગઢવી, રાજભાઈ સાગઠીયા, દિલીપભાઈ તળાવીયા, કાર્યાલય મંત્રી ગોપાલભાઈ તોયતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧ થી ૧૮ વોર્ડ માં કમિશ્નર અને ભાજપના શાસકોને સદબુદ્ઘી આપે તે માટે હવન કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને વોર્ડે વોર્ડે આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમજ પોલીસે ૧રપ થી વધુની અટકાયત કરેલ તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની  અખબારી યાદી જણાવે છે.

કયાં કયાં યોજાયા કાર્યક્રમો

(3:03 pm IST)