Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નકલી ક્રોક્રીટ પેવર બ્લોક અને કેબલ કવર બનાવતી કંપની ઉપર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભુજ બ્રાન્ડના ૫૦ હજાર પેવર બ્લોક, ૧૦ હજાર ક્રોક્રીટ કેબલ કવર જપ્ત

રાજકોટ, તા. ૧૪ : ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓએ એક ટુકડીએ ગત ૧૩મીના રોજ બી.આઈ.એસ. લાયસન્સ લીધા વિના ક્રોક્રીટ પેવર બ્લોક અને ક્રોક્રીટ કેબલ કવર બનાવવાવાળી કંપની મેસર્સ એ.આઈ.પેવર ઈન્ડસ્ટ્રીઝ, સદ્દગુરૂ તપસ્વીનગર, નલીયા જિલ્લો કચ્છમાં છાપા મારેલ ત્યાંથી આઈએસઆઈ માર્ક લાગેલી લક્કી ભુજ બ્રાન્ડના લગભગ ૫૦,૦૦૦ પેવર બ્લોક અને ૧૦,૦૦૦ ક્રોક્રીટ કેબલ કવર જપ્ત કરવામાં આવેલ છાપા દરમિયાન મોટી માત્રામાં ભારતીય માનક બ્યુરોના (આઈએસઆઈ માર્ક)નો દુરૂપયોગ કરવામાં આવેલ તે મળેલ છે.

ઉપરોકત કંપનીને પાસે ભારતીય માનક બ્યુરોના આઈએસઆઈ માર્કનો પ્રયોગ કરવાનું કોઈ લાયસન્સ ન હોવાનું શ્રી એસ.કે. સિંહે જણાવ્યુ હતું.

બ્યુરોની પૂર્વ પરવાનગી વગર બ્યુરો માનક માર્કનો પ્રયોગ કરવાવાળાના વિરૂદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ ૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ અને ૨૬ના ઉલ્લંઘનની કાર્યવાહી કરી શકાશે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.૨ લાખ આર્થિક દંડ અથવા બંનેના સજાપાત્ર છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વગર ભારતીય માનક બ્યુરોના (આઈએસઆઈ) માર્કાનો ઉપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી છેતરામણી અને સંભાવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે શૃંખલા બટરૂપથી દુરૂપયોગ પ્રાપ્ત / એકત્રિત સુચના અનુસાર છાપા મારતી હોય છે. ગ્રાહકોએ કોઈ પણ વસ્તુની ખરીદતી સમયે સાવધાન રહેવાની સલાહ દે છે. વધુ વિગતો માટે વૈજ્ઞાનિક ઈ અને પ્રમુખ ભારતીય માનક બ્યુરો એફપી ૩૬૪/ પી વોર્ડ નં.૧૩, કાલાવડ રોડ, રાજકોટ - ઈમેઈલ- rjbo@bisgov.in.hrjbo@bis.gov.in ખાતે સંપર્ક કરવા શ્રી એસ.કે. સિંહ (વૈજ્ઞાનિક ઈ અને પ્રમુખ મો.૯૭૨૭૨ ૪૫૫૦૩)ની યાદીમાં જણાવાયુ છે.

(1:06 pm IST)