Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અંબાજીમાં રાજકોટના સંઘે આકર્ષણ જમાવ્યું : એકસરખા ડ્રેસ કોડ સાથે ચોકમાં ગરબા કર્યા

શણગારેલી છત્રી અને માંડવી સાથે માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી

 

અંબાજી ખાતે ભવ્ય મહોત્સવનો માહોલ સર્જાયો છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરે છે. હજારો સંઘ પદયાત્રા કરીને અંબાજી આવે છે. માંંના ચરણોમાં આવતા સંઘોમાં અનેક વિવિધતા જોવા મળે છે. જેમાં રાજકોટના સંઘે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે.

રાજકોટનો સંઘ પદયાત્રા કરીને અંબાજી પહોંચી ગયો છે. વર્ષોથી આવતો સંઘ માંની માંડવી લઇને અંબાજી આવે છે. એક સરખા ડ્રેસકોર્ડ સાથે રાજકોટનો સંગ અલગ તરી આવ્યો હતો .

સંઘમાં આવેલા મહિલા અને પુરુષોએ અંબાજીના ચોકમાં ગરબા કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સંઘ લઇને આવેલા ભક્તે જણાવ્યું હતું કે, વર્ષોથી માંં અંબાના દર્શન કરવા માટે આવીએ છીએ. ખાસ શણગારેલી છત્રી અને માંડવી સાથે માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમારી આવી તૈયારી માં અંબાના માટે છે.

(12:43 am IST)