Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સત્તા પર આવવા ભગવાન રામનો, હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા હવે દેવાધિદેવ ગણપતિનો ઉપયોગ ?!

રાજકોટ : શહેરોના રાજમાર્ગ ઉપર ટ્રાફીક પોલીસ દ્વારા 'ખુશહાલ અને સલામત ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, હેલ્મેટ પહેરો, સલામત રહો, ગણપતિ બાપા મોરીયા, સેઈફ ડ્રાઈવ, સેઈફ લાઈફ'  જેવા સ્લોગન સાથે હેલ્મેટ સંબંધી જાગૃતિ લાવવા ગણપતિદાદાને હેલ્મેટ સાથે હોર્ડીંગમાં ઉભા કરી દેતા લોકોમાં કર્ણોપકર્ણ ચર્ચાએ જોર પકડ્યુ છે. એવુ સાંભળવામાં આવી રહ્યુ છે કે, સત્તા પર આવવા ભાજપે ભગવાન રામનો અને હવે હેલ્મેટના કાયદાને લાગુ કરવા દેવાધિદેવ ગણપતિજીનો ઉપયોગ શરૂ કર્યો છે તે ઉચિત છે? અનેક વખત જાહેરાતોમાં દેવી - દેવતાઓના ઉપયોગ વખતે વિરોધના સૂર ઉઠી ચૂકયા છે. આવો ઉપયોગ શું યોગ્ય છે? શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારો છે? (ફોટો - સંદિપ બગથરીયા)

(3:39 pm IST)
  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • રાજકોટમાં પીયુસીના વધારે ભાવ લેતા હોવાની બૂમ : મવડી રોડ પર આવેલ PUC સેન્ટરમાં RTO વિભાગના દરોડા.: PUC ના ભાવો તોડવાની ફરિયાદ પરથી સંચાલકની પૂછપરછ શરૂ.: PUC ના 30 થી વધુ લેવમાં આવે તો RTOને કરો જાણ અપીલ access_time 8:51 pm IST

  • પાકિસ્તાનને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ ભારે ગોળીબાર કર્યો : ભારતીય સેનાએ પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યોઃ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યાઃ પાકિસ્તાની સેના સફેદ ઝંડો દેખાડીને સૈનિકોના મૃતદેહોને લઇ ગયા access_time 12:59 pm IST