Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સિધ્ધિ વિનાયકધામમાં આજે રાત્રે વિજયભાઇના હસ્તે મહાઆરતી

રેસકોર્ષ મેદાન ગણેશમય બન્યું: આજે રાજભા ગઢવીનો ડાયરો અને કાલે વનમીનીટ સ્પર્ધા

રાજકોટ તા. ૧૪ : સિધ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભાવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા. ૧૩ સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૨૩ સપ્ટેમબર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન કરવામાં આવેલ છે.

રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે અને પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ દર્શનાર્થે જામી હતી. આજે ગણપતિ મંગલ મહોત્સવમાં બીજા દિવસે રઘુવંશી સમાજ, સાધુ સમાજ, દરજી સમાજ, કો.ઓપ.બેંક, આઇએએસ અધિકારીઓ મહાઆરતીનો લાભ લેશ ેતેમજ રાત્રે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં મહા આરતી કરવામાં આવશે. રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી-સાથી કલાકારો દ્વારા લોકડાયરાની જમાવટ કરાશે.

આવતીકાલે તા. ૧૫ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે બહેનો માટે 'વન મીનીટ' (ઓપન રાજકોટ) સ્પર્ધા યોજાશે તેમજ રાત્રે ૯ કલાકેસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ (કારડીયા રાજપુત રાસ મંડળ બાટવા, જુનાગઢ) નું આયોજન કરાયેેલ છે.

આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજેરોજ ગણપતિ મહારાજના સાનિધ્યમાં વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ અને રાત્રે સાંસ્કૃતિક તેમજ ભકિતપુર્ણ કાર્યક્રમો યોજવામાં આવતા હોય તેમજ વણપતિ મહારાજના દર્શનનો લાભ લેવા દર્શનાર્થીઓની ભારેભીડ ઉમટતી હોય શહેરીજનોને સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ દાદા દર્શનનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર નિમંત્રણ પાઠવેલ છે. (૩૭.૯)

(4:07 pm IST)