Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજકોટ કા રાજા : રાત્રે વિજયભાઈ રૂપાણીના હસ્તે મહાઆરતી

રાજકોટ : મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા'નો સાતમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જેનું ગઈ કાલે લીમડા ચોક, શાસ્ત્રીમેદાન ખાતે, રમણીક કુવરબા વૃદ્ઘાશ્રમના સભ્યો, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, કાઠીયાવાડ બાલાશ્રમ ના બાળકો, અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુદ્ઘિના બાળકો, તેમજ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી ભૂપતભાઇ બોદર, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા નાં સભ્ય શ્રી દિલીપભાઇ પટેલનાં હસ્તે ગણપતીજીનું મંત્રોચાર સાથે વિધિવિધાન પૂર્વક પૂજન, અર્ચન, અને શંખનાદ સાથે સ્થાપના કરવામાં આવેલ. પરંપરામુજબ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતી પણ કરી 'રાજકોટ ક રાજા' લોક દરબારનાં દર્શન ખુલ્લા મૂકવામાં આવેલા હતા.

'રાજકોટ કા રાજા'નાં મુખ્ય આયોજકો આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, તેમજ સની જરિયા દ્વારા  બાલાશ્રમના બાળકો અને વડીલોને ભોજન કરાવવામાં આવ્યું. બહેરા મૂંગા- અંધ અપંગ –બાળકોને તેમજ વડીલોને  ડી.જે. નાં તાલે ગરબે ઝુમ્યા હતા.

વિશેષમાં આજ રોજ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી 'રાજકોટ કા રાજા'ના આંગણે પધારશે અને તેમના વરદ હસ્તે 'રાજકોટ કા રાજા'ની મહાઆરતી પણ કરાવવામાં આવશે. ત્યારબાદ ભારતમાં પ્રચલિત એવું શ્રી શિવતાંડવ નૃત્ય તેમજ રાત્રિ ૯:૩૦ કલાકે ભારતનું નામ ફ્કત ભારતમાં નહીં પણ બહારના દેશોમાં પણ રોશન કરી ચૂકેલ એવું આદિવાસી નૃત્યથી રાજકોટની જનતા ને મંત્ર મુગ્ધ કરી દેવામાં આવશે.  ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આવતીકાલે 'રાજકોટ ક રાજા' લોક દરબાર દ્વારા નાનાં- મોટા બાળકો માટે ડાંસ સ્પર્ધા નું આયોજન કરેલ હોય તો સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ આયોજક કમીટીનો સંપર્ક કરવાનો રહેશે.

મધુવન કલબ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવ ઙ્કરાજકોટ કા રાજાઙ્ખ ને સફળતા પૂર્વક આયોજન કરવા માટે આયોજકો પ્રમુખ શ્રી આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)