Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સિવિલ હોસ્પિટલમાં વાજતે - ગાજતે ગજાનંદ દાદાની પધરામણી

રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ગજાનંદ ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂકયો છે. શહેરભરમાં ઠેર-ઠેર આ પવિત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેરની પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરી છે. આ પવિત્ર પ્રસંગે ડોકટર નર્સીંગ સ્ટાફ નાના - મોટા કર્મચારીઓ ભાવપૂર્વક જોડાયા છે. ગણપતિબાપા મોર્યાના જય ઘોષના વાતાવરણ સાથે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઈ મહેતાના નેતૃત્વમાં કર્મચારીઓના સહકારથી ગણપતિજીની સ્થાપના કરી છે. સૌ સ્ટાફ કર્મચારીગણ દ્વારા ભવ્ય મહાઆરતી ઉતારી આ શુભપ્રસંગનો પ્રારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે સિવિલ અધિક્ષક ડો. મનીષભાઈ સહિત ડો.જાગૃતિબેન મહેતા, ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી (ન્યુરોસર્જન), રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંતભાઈ ઠાકર શહેર ભાજપ કારોબારી સભ્ય ઉકાભાઈ લાવડીયા, હિતેન્દ્ર જાખડીયા, રાજેશભાઈ ચૌહાણ, રેખાબેન બથીયા, જયદીપભાઈ ભારાણી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૨)

(4:06 pm IST)