Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

નારી શકિતમાં શૌર્ય રસ જાગૃત કરે તેવો રાસોત્સવ

શ્રી હરીકિષ્ના રાસ અને સેવા મંડળ દ્વારા માર્શલ આર્ટ એકેડેમીના સથવારે આયોજનઃ નવરાત્રી રાસ ગરબા સાથે જાૂડા-કરાટે-લાઠી-તલવાર-રાઇફલની કરતબો સામેલ

તસ્વીરમાં આયોજનની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 રાજકોટ, તા.૧૪: આગામી તા.૧૦ થી ૧૮ ઓકટોબર નવરાત્રી શૌર્યગીત રાસ મહોત્સવનું આયોજન સોમનાથ ગરબી મંડળ, શ્રી હરી કૃષ્ણ રાસ અને સેવા મંડળ તથા ઓલ ગુજરાત માર્શલઆર્ટસ એકેડમીના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકે જણાવેલ કે  બહેન દિકરીઓને માત્ર દાંડીયા ન શીખવાડતા તેનામાં હિંમત, સાહસ અને આત્મવિશ્વાસ જેવા ગુણોની ખીલવણી કરી તેમને માં દુર્ગા, માં અંબાની જેમ શૌર્યવાન બનાવી નારી શકિતના આ પર્વને યથાર્ય કરવાનો અમારો પ્રયત્ન છે.

રાસ મહોત્સવમાં બહેનોને તલવાર રાસ, લાઠી રાસ, મણીયારો રાસ, અઠંગો રાસ, દાંડીયા રાસ, કરતાલ રાસ, દિવડા રાસ, ટીપ્પણી રાસ, ભાલા રાસ વગેરેની તાલિમ શ્રી હરી કુષ્ણ રાસ અને સેવા મંડળ કે જેણે નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે ૧૦૦થી વધુ કલ્ચરલ પ્રોગ્રામ્સ આપેલ છે. ૧૯૯૮માં દિલ્હી પરેડમાં પરફોરમન્સ આપી ચુકેલ છે. શ્રી લંકા ખાતે તેના સ્થાપનાદીન મહોત્સવમાં તેમજ નેપાળ પશુપતીનાથ મંદિરના કળસ સ્થાનક સમારોહમાં ભારતનું  પ્રતિનીધીત્વ કરી કલ્ચરલ પ્રોગ્રામ્સ કરેલ છે. રાજીવ ગાંધી આયોજીત રાષ્ટ્રીય સદભાવના કાર્યક્રમમાં કાશ્મીર થી કન્યાકુમારી અને ગુજરાતથી મણીપુર સુધીના ૧૫ થી વધુ સ્ટેટસમાં કલ્ચરલ કાર્યક્રમો થકી પોતાનું ભવ્ય પરફોરમન્સ આપેલ હતું.

નવરાત્રીના દિવસો દરમ્યાન ૨૦૦૦થી વધુ બહેનોને શૌર્યવાન બનાવવાનાં હેતુથી તેમને જુડો- કરાટે, લાઠીદાવ, તલવારબાજી, રાઇકૂલ શુટીંગ તથા બહેનોને જરૂરી એવા કાયદાઓન તાલિમ આપવાનું આયોજન બ્લેક બ્લેટ વૈશાલીબેન જોષી તથા એડવોકેટ રૂપલબેન ઝાલાવડીયા દ્વારા કરવામાં આવેલ છે.

મહોત્સવમાં તા.૨૩ ઓકટોબરના રોજ શૌર્ય ગીતશોલો તેમજ શૌર્ય ગીત ગ્રૃપ ડાન્સ કોમ્પીટીશન તેમજ તા.૨૮ ઓકટોબરના ઓપન રાજકોટ રાસ ગરબા કોમ્પીટીશનનું આયોજન પણ કરવામાં આવેલું છે. જેમાં  રાજકોટના કોઇપણ ગરબી મંડળ, પર્સનલ ગ્રુપ, ડાન્સ ઇન્સ્ટીટયુટસ કે સંસ્થાઓ પણ ભાગ લઇ  સકશે. જેના માટેના નામ ૩૨૯ ઇસ્કોન મોલ, બીગ બજારની બાજુમાં, ૧૫૦ કુટ રીંગ રોડ, રાજકોટ ખાતે તા.૧૫ સપ્ટેમ્બરથી ૯ ઓકટોબર સુધીમાં શ્રી જે.પી.ચોરસીયાને નોંધાવી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં સાથે જોડાવા ઇચ્છતી શાળા, કોલેજ, સંસ્થાઓએ સંપર્ક કરવા જાણાવાયું છે.

આ નવરાત્રી શૌર્યગીત રાસ મહોત્સવનું આયોજન સોમનાથ સોસાયટી-૩, રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ ખાતે કરવામાં આવનાર છે. મહોત્સવને સફળ બનાવવા કલ્પેશભાઇ પરમાર, ગૌરવભાઇ ચૌહાણ, જનકસીંહ ઝાલા, પંકજભાઇ મારૂ, ભાવિનભાઇ ચાવડા, જયેશભાલ પીઠડીયા, તૃષાબેન ચાવડા, જગદીશભાઇ મારૂ, કીર્તીભાઇ ચૌહાણ, ભરતભાઇ રાયવાણી, કીરીટભાઇ પોરીયા, મૌનીષભાઇ વાઢેર, મીતેશભાઇ મારૂ, નરેન્દ્રભાઇ રાઠોડ, કલ્પેશભાઇ ટાંક, યશભાઇ પરમાર વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ સોમનાથ ગરબી મંડળના પ્રમુખ દિલીપભાઇ મારૂ (મો. ૭૨૦૩૯૯૯૯૪૦) તથા શ્રી હરી કુષ્ણ રાસ અને સેવા મંડળના પ્રમુખ પ્રફુલભાઇ પરમાર(મો.૯૮૯૮૫૭૫૩૫૫)ની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)