Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિને લગતા કાર્યક્રમો

 રાજકોટઃ અહિંની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ઈકો કલબ દ્વારા પર્યાવરણ જાગૃતિને લગતા કાર્યક્રમનું આયોજન થયેલ. પ્રર્થાનાસભા દરમિયાન વિદ્યાર્થીનીઓને 'પર્યાવરણ બચાવ' અભિયાન પ્રત્યે જાગૃતતા લાવવા માટેની સમજ આપવામાં આવી અને સાથે દરેક વિદ્યાર્થીઓને ઈકો કલબ દ્વારા પર્યાવરણ બચાઓ અને 'ર્સ્વચ્છતા જાળવવા' માટેનાં શપથ લેવડાવવામાં આવ્યા અને આજ બાબતની સમાજમાં જાગૃતતા લાવવા ગ્રીન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈકો કલબની વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો પણ જોડાયાં હતાં. શાળાનાં આચાર્ય સિસ્ટર સીની જોસેફ દ્વારા લીલો ધ્વજ ફરકાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે ઈકો કલબ દ્વારા વૃક્ષારોપણ કરી દરેક વૃક્ષને શહિદ જવાનનું નામ આપવામાં આવ્યું હતું. વાલીઓ માટે પર્યાવરણ બચાવો વિષય પર હરીફાઈનું તેમજ શાળાનાં આરો પ્લાન્ટની માહિતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. વ્યકિતગત સ્વચ્છતા માટે ડો.ભાવાનાબેન જોશી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થીનીઓ દ્વારા પેપર બેગ્સ બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષા પાણી જળ સંચય પ્લાન્ટથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૦)

(3:36 pm IST)