Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પ્રો. પંચાલ સસ્પેન્ડ-ગાઇડશીપ રદઃ કુલપતિ નિલાંબરી દવેની લાલ આંખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રાની જાતિય સતામણી પ્રકરણમાં : એન્ટી સેકસ્યુયલ હેરેસમેન્ટ સેલ દ્વારા કરેલ ભલામણ અને પ્રથમ મહિલા કુલપતિ દવેની ભલામણ બાદ સીન્ડીકેટનો નિર્ણયઃ નિવૃત જજ દ્વારા તપાસ કરાવાશે : જાતિય સતામણી અટકાવવા કુલપતિ દ્વારા તબડતોબ તમામ અધ્યાપકોની ચેમ્બરમાં કાચના દરવાજા ફીટ થશેઃ ફરીયાદના ત્રણ કલાકમાં ગંભીર મુદે કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચીત પીએચ.ડી.ની છાત્રાની જાતિય સમાણી પ્રકરણમાં ૧પ દિવસમાં તપાસ પૂર્ણ કરી પ્રથમ મહિલા કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ બોલાવેલી સીન્ડીકેટમાં પ્રો. પંચાલને સસ્પેન્ડ કરી ગાઇડશીપ રદ કરવાનો સામૂહિક નિર્ણય કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ નિલાંબરીબેન દવેને તા. ૩૧ના જાતિય સતામણીના ફરીયાદ મળ્યાના ત્રણ કલાકમાં એન્ટી વુમન હેરેસમેન્ટ સેલને ફરીયાદ સોંપી આ ગંભીર બાબતે તુરંત કાર્યવાહી કરવા હુકમ છોડયા હતાં. કોઇપણ શેહશરમ દબાણમાં આવ્યા વગર કાયદા અનુસાર કામગીરી હાથ ધરી નક્કર પરિણામ આપતા સીન્ડીકેટ સભ્યોએ કડક કામગીરીને અનુમોદન આપી કામગીરી બીરદાવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બકેઠક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ હતી.

સિન્ડિકેટની બેઠકમાં એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલ દ્વારા બાયોસાયન્સ ભવનના ડો. પંચાલની વિરૂધ્ધમાં મળેલ ફરીયાદના સંદર્ભમાં કમિટીની ભલામણોનો આજની મળેલ સિન્ડિકેટ દ્વારા અમલ કરવામાં આવેલ હતો અને કમિટીની ભલામણ મુજબ ડો. પંચાલની કાયમી ગાઇડશીપ રદ કરવી અને ડો. પંચાલની અંડરમાં પીએ.ડી. કરતા વિદ્યાર્થીઓને અન્ય ગાઇડને ફાળવવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ હતો.

આજની મળેલ સિન્ડિકેટની બેઠકમાં બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો. પંચાલની વિરૂધ્ધમાં થયેલ ફરીયાદની ગંભીરતા અને એન્ટી સેકસ્યૂઅલ હેરેસમેન્ટ સેલની કમિટીના રીપોર્ટને ધ્યાને લઇ વિદ્યાર્થીનીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ખૂબજ સખ્ત પગલા ભરવા નિર્ણય કરવામાં આવેલ છે.

યુનિવર્સિટીમાં આવા બનાવો અટકાવવા ડો. પંચાલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા, નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે, બધા અધ્યાપકોની ચેમ્બરોમાં ગ્લાસડોર નાખવા, સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવવા, કોઇ અધ્યક્ષશ્રીઓની ચેમ્બરમાં એન્ટી ચેમ્બર હોય તો તે દૂર કરવી અથવા ગ્લાસડોર નાખવા, ચાર-પાંચ વર્ષમાં થયેલ ફરિયાદ/અરજીઓની વિગતો અને થયેલ કાર્યવાહી આગામી સિન્ડિકેટમાં રજુ કરવા, પી.એચ.ડી. માં પ વર્ષ કરતા વધુ સમય થયેલ હોય તેવા બહેનો વિદ્યાર્થીઓની વિગતો મેળવી તેઓનું પી.એચ.ડી. મોડુ થવા માટેનાં કારણોની ચકાસણી કરવી, યુનિવર્સિટી સાથે સંલગ્ન ન હોય તેવી વ્યકિત/નિવૃત જજ પાસે તપાસ કરાવવી.

(3:33 pm IST)