Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

રાજકોટ જિલ્લાના ૨૦ અમૃત સરોવરો પર કાલે થશે ધ્વજવંદ

નધોરાજી તાલુકાનામોટી પરબડી, મોટીમારડ, ઉપલેટાના ડુમિયાણી, જસદણના વિરનગર, પડધરીના સાલ પીપળીયા તેમજખંઢેરી એઇમ્સ, રાજકોટના ત્રંબા, કુવાડવા, માલીયાસણ, ધમલપર, કુચીયાદડ, જીયાણા,સાતડા, રામવન લેક-1, રામવન લેક-2, અટલ સરોવર, હીરાસર એરપોર્ટ તળાવ, જ્યારે જેતપુરનાજેતલસર, પ્રેમગઢ અને કોટડાસાંગાણીના સોળિયા સરોવર ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાંધ્વજવંદન કાર્યક્રમ યોજાશે: કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટ:   ૧૫મી ઓગસ્ટે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વ મનાવાતું હશે એ સમયે રાજકોટ જિલ્લાના૨૦ અમૃત સરોવર પર પણ પૂરી આન-બાન અને શાનથી તિરંગો લહેરાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ પૂર્ણકરી દેવામાં આવી છે.

સમગ્રદેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ૭૫ અમૃત સરોવરો નિર્માણ કરવાનું આયોજન કરાયું છે. જે પૈકીના ૨૦ અમૃતસરોવરો પર આવતીકાલે ૧૫મી ઓગસ્ટે સવારે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારાકરવામાં આવ્યું છે.

આ અમૃત સરોવરોમાં ધોરાજી તાલુકાનામોટી પરબડી, મોટીમારડ, ઉપલેટાના ડુમિયાણી, જસદણના વિરનગર, પડધરીના સાલ પીપળીયા તેમજખંઢેરી એઇમ્સ, રાજકોટના ત્રંબા, કુવાડવા, માલીયાસણ, ધમલપર, કુચીયાદડ, જીયાણા,સાતડા, રામવન લેક-1, રામવન લેક-2, અટલ સરોવર, હીરાસર એરપોર્ટ તળાવ, જ્યારે જેતપુરનાજેતલસર, પ્રેમગઢ અને કોટડાસાંગાણીના સોળિયા સરોવર ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાંધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

(1:40 pm IST)