Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચેમ્બરની છતમાં ગાબડાઃ માચડો નીચે પડ્યો

રાજકોટઃ જિલ્લા પંચાયત કચેરીમાં ઉપ પ્રમુખ સુભાષ માંકડિયાની ચેમ્બરમાં ગઇકાલે બપોર પછી અચાનક પીઓપીની છતમાં ગાબડા પડેલ. ઉપરથી આવેલા ભેજના કારણે થર્મોકોલના ટુકડા, પતરાની પટ્ટીઓ સહિતનો કાટમાળ ટેબલ ખુરશી પર પડેલ. સદ્દનસીબે તે વખતે ચેમ્બરમાં કોઇ હાજર ન હોયવાથી કોઇને ઇજા થયેલ નહી. બે-ત્રણ વર્ષ પહેલા જ રીનોવેશન થયેલ છતા છતનું માળખું તૂટી પડતા કામની ગુણવત્તા સામે પ્રશ્નો સર્જાયા છે.

(1:27 pm IST)