Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા કાલે જવેરા ફૂલેકુ

લોધા વંશની પરંપરા મુજબ મહિલાઓ માથા પર જવેરા લઇ ફૂલેકામાં જોડાશે : ભાઇઓ સાફા બાંધશે : લોધેશ્વર મહાદેવ મંદિરેથી પ્રારંભ થઇ સોસાયટીમાં ફરશે : જવેરા નદીમાં પધરાવી સમાપન કરાશે : ઇતિહાસ જાળવી રાખતો લોધા સમાજ

રાજકોટ તા. ૧૪ :.. લોધા ક્ષત્રીય રાજપૂત સમાજ દ્વારા આયોજીત લોધેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા તા. ૧પ ઓગસ્ટ રાષ્ટ્ર પર્વ અને ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના પાવન પર્વે (મુંજરીયા) જવેરાનું ફુલેકુ નિકળશે. આ પાવન પર્વે લોધા સમાજની બહેનો દ્વારા વિરપસલીના દિવસે માતાજી નામના ઘરે જવેરા ઉગાડવામાં આવે છે. અને રક્ષાબંધન દિવસે લોધા સમાજના લોકો જે કુટુંબમાં મૃત્યુ પામેલા ના ઘરે. સામ સામા જવેરા આપી રામ રામ કરી શોક પુર્ણ કરવામાં આવે છે. પછી સમાજના બહેનો દ્વારા આ જવેરાનું મહાકાળી માતાજી મંદિર લોધેશ્વર મહાદેવ મંદિરે જવેરાનું પૂજન અર્ચના કરી પછી લોધા સમાજના ભાઇઓ, બહેનો, વડીલો, બાળકો, તેમના વિસ્તારમાં ફુલેકુ લઇને નિકળે છે.

લોધા સમાજમાં થયેલ વિરાંગના અવંતીબાઇ લોધીનો વંશ વેલો હોઇ તેથી વર્ષો જુની પરંપરા જવેરા (મંજરીયા)નું ફુલેકુ લઇ નિકળવુ તે પરંપરા જાળવી રાખી છે. લોધા સમાજ આ પાવન પર્વને હર્ષો ઉલ્લાસથી ઉજવે છે. તેમજ આ સમાજના મૃત્યુ પામેલ દરેક વ્યકિતને યાદ તથા તેમની પૂજા-અર્ચના કરી લોધેશ્વર મહાદેવના મંદિરેથી વાજતે-ગાજતે ધૂન-કિર્તન કરતા કરતા આ જવેરા ફુલેકુ નિકળે છે અને લોધા સમાજે વર્ષો પહેલાનો આ ઇતિહાસ જાળવી રાખ્યો છે.

આ જવેરા ફુલેકામાં લોધા સમાજના દરેક ભાઈઓ માથા પર સાફો/ફેટો બાંધીને આ પાવન ફુલેકામાં જોડાય છે.

આ જવેરા ફુલેકાનો આવતીકાલે બપોરે ૩.૩૦થી સાંજના ૬ વાગ્યા સુધી રહેશે. આ ફુલેકુ લોધેશ્વર મહાદેવ મંદિરથી જયંત કે.જી. રોડથી સ્વામીનારાયણ ચોકથી રામનગર, શાકમાર્કેટ ગોંડલ રોડથી મહાકાળી માતાજી તથા લોધેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે. રાજકોટમાં વસતા તમામ લોધા સમાજના લોકોને લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ અપાયુ છે.

આયોજનમાં સર્વશ્રી કલ્પેશ ઉમેશભાઈ લોધા, નિલેશભાઈ કાનજીભાઈ લોધા, પ્રકાશભાઈ કાળુભાઈ લોધા, અમિત જગદીશભાઈ લોધા, વિવેક અજયભાઈ લોધા, સુનિલ કાળુભાઈ લોધા, સાહિલ દિલીપભાઈ લોધા, ગોપાલભાઈ રામસીંગભાઈ લોધા, પ્રકાશભાઈ મોહનભાઈ લોધા, કિશન પ્રેમજીભાઈ લોધા, ધર્મેશ નંદરામભાઈ લોધા, અમિત માધવભાઈ લોધા, અનિલ અશોકભાઈ લોધા અને પાર્થ કમલભાઈ લોધા જોડાયા છે. વધુ વિગતો માટે મો. ૯૭૨૭૫ ૭૩૭૩૨ ઉપર સંપર્ક કરી શકાય છે (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:25 pm IST)