Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજકોટ શહેર શાંતિ અને ભાઈચારાનું પ્રતિક, દરેક ધાર્મિક પ્રસંગો હિન્દુ- મુસ્લિમ ભાઈ - બહેનો સાથે મળીને ઉજવે છે : મનોહરસિંહજી જાડેજા

સ્વ.ગનીબાપુના નિવાસસ્થાને ઈદની ઉજવણી : કોમી એકતાનું અનોખું ઉદાહરણ

રાજકોટ : ઈદુલ અઝહા ઈદના દિવસે અલ્લાહતાલાની ઈબાદત સાથે ઈદની ઉજવણી થયેલ છે. ગઈકાલે પવિત્ર શ્રાવણ માસનો સોમવાર હોય, તેમજ બકરી ઈદ પણ હોય, શહેરની જાહેર જનતાએ આ બંને પ્રસંગોમાં કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પૂરૂ પાડેલ છે.

આ બંને પ્રસંગની ઉજવણીમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહજી જાડેજા  (ઝોન-૨) ખાસ હાજર રહી, હિન્દુ - મુસ્લિમ ભાઈ-બહેનોને શુભેચ્છાઓ આપેલ અને તેઓએ જણાવેલ કે રાજકોટ શહેર એક શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે અને હરહંમેશ રહેલ છે, મારી જાણ મુજબ હિન્દુ - મુસ્લિમ ભાઈ - બહેનો સાથે મળી આવા ધાર્મિક પ્રસંગો હળી-મળીને ઉજવતા રહ્યા છે. જેનો મને આનંદ સાથે ગૌરવ પણ છે અને આજ રીતે કાયમ માટે ઉજવતા રહે તેવી મને પૂર્ણ આશા સાથે વિશ્વાસ છે.

આ પ્રસંગે પ્ર.નગર પો.સ્ટે.ના પી.આઈ. શ્રી બી.એમ. કાતરીયા, સદર ચોકીના પી.એસ.આઈ. શ્રી મહેશભાઈ ગોસાઈ, રાજકોટ રૂરલના એસ.આઈ. શ્રી નટુભા બી.ઝાલા વગેરેએ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી યશવંતભાઈ મહેતા, હબીબભાઈ ગનીબાપુ કટારીયા, હંસરાજભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પરેશભાઈ વોરા, સુંદરભાઈ પ્રજાપતિ, મોહનભાઈ સોઢા, રઘાભાઈ કોળી, નીતિનભાઈ ચૌહાણ, જયસુખભાઈ ગૌસ્વામી, અઝરભાઈ બાવાણી, ડો.અબ્દુલભાઈ બેલીમ, ચીનુમામુ, યુસુફભાઈ કટારીયા, શીદીકભાઈ કાલાવડીયા, ઈભુભાઈ મેમણ, હનીફભાઈ કટારીયા, ગફારભાઈ કટારીયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯) તેમજ હંસરાજભાઈ પટેલની સંયુકત યાદી જણાવે છે.(૩૭.૧૭)

હબીબ કટારીયા પરિવારે ઈદના દિવસે 'કુરબાની' ન કરી

રાજકોટ : શ્રાવણ માસનો બીજો સોમવાર હોય અને તે જ દિવસે ઈદ હોય સ્વ.ગનીબાપુના પરિવારે 'કુરબાની' કરી ન હોવાનું હબીબભાઈ કટારીયાએ જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અમે ઈદની સાદાઈપૂર્વક ઉજવણી કરી હતી.

(4:23 pm IST)
  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST