Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના બાકીદાર ગ્રાહકને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

ચેક રીર્ટનની રકમ ન ચુકવે તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ, તા.૧૪: આખા દેશમાં ખુબ જ સારી નામના ધરાવતી તથા રાજકોટમાં મુખ્ય શાખા ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ મુ.કડીયાળી ગામ વાળા શખ્સ સામે અત્રેની કોર્ટમાં દાખલ કરેલ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળના કેસમાં (૧) એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ જમાં ન કરાવે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્ન આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુકમાં વિગત એવી છે કે, દેશભરમાં ખુબજ સારી નામના ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને તેમના કલાયન્ટ ભાવેશભાઇ ભુપતભાઇ બારૈયા, રહે.મુ.કડીયાળી, તા.રાજુલા, જી.અમરેલી નાએ તેમની બાકી ચુકવવાની રકમ પૈકીની રકમ ચુકવવા માટે રૂ.૧,૫૨,૬૩૯.૮૪/નો ચેક આપેલ સદરહું ચેક ભાવેશભાઇ ભુપતભાઇ બારૈયાએ મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને આપ્યા ત્યારે એવુ પાકુ, વચન અને ખાત્રી આપેલ કે કંપની તેમના ખાતાવાળી બેંકમાં ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ.

આથી ફરીયાદી કંપનીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. તેમ છતાં આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદી કંપનીમાં જમા ન કરાવતા ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી. એ અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ. જે ફરીયાદમાં ફરીયાદી કંપનીના એડવોકેટ શ્રી કિશન એમ. પટેલે વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી દલીલ કરી રજુઆત કરેલ કે આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેકવગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે.

જયુડી.મેજી.શ્રીએ ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી (૧) એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ જમાં ન કરાવે તો વધુ ૬(છ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.વતી રાજકોટના એડવોકેટ શ્રી કિશન એમ.પટેલ રોકાયેલ હતા.

(4:20 pm IST)